ગરવી તાકાત અરવલ્લી : શામળાજીના અણસોલ ચેકપોસ્ટ પાસેથી કતલ કરવાના ઇરાદે રાજસ્થાન તરફ લઈ જવાતી 7 ભેંસો ભરેલા 2 પિકઅપ ડાલા સાથે બે આરોપીને એલસીબીએ ઝડપી 7 મૂંગા પશુઓને બચાવી લેવામાં આવ્યા અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ વી.જે. તોમર અને વી.ડી.વાઘેલા સહિત સ્ટાફ શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં.

બાતમી મળી કે હિંમતનગર તરફથી 2 પિકઅપ ડાલામાં મરણતોલ હાલતમાં ભેંસો ભરીને શામળાજી અણસોલ ચેકપોસ્ટ થઈ રાજસ્થાનના વિંછીવાડા તરફ કતલ કરવાના ઇરાદે લઈ જવાઈ રહી બાતમી આધારે એલસીબીએ શામળાજીથી રતનપુર તરફ જતા રોડ પર ચેકિંગ હાથ ધર્યું પોલીસે GJ-09-AU-3255ના પિકઅપ ડાલામાં મરણતોલ 4 ભેંસો સાથે.

ચાલક અરવિંદ ઉર્ફે પપ્પુભાઈ અશોકભાઈ વણજારા (હાલ રહે. ધોલવાણી ત્રણ રસ્તા, ભિલોડા, મૂળ રહે. ચિત્તોડગઢ, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો જ્યારે GJ-31-T-6644ના પિકઅપ ડાલામાં 3 ભેંસો સાથે ચાલક મયુદ્દીન બફાતી મુલતાની (રહે. રાણાસૈયદ, મોડાસા)ને પકડી પાડ્યો પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


