ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં આગામી 16 જુલાઈના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાશે તેના સુચારુ આયોજન, કાયદો-વ્યવસ્થા જાળવણી અને વિવિધ વિભાગોના સંકલન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ બેઠક પૂર્વે પાટણના પ્રાંત અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ મંદિરની મુલાકાત લીધી તેમણે રથયાત્રા સમિતિ સાથે ચર્ચા કરી સૂચનો મેળવ્યા અને રૂટની ચકાસણી કરી આ કામગીરીથી શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટે સંતોષ વ્યક્ત કર્યો સંકલન બેઠકમાં રથયાત્રા સમિતિના પ્રમુખ અને શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પીયૂષભાઈએ આશરે બે લાખ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુખાકારી માટે રજૂઆત કરી.

તેમણે લેખિતમાં ૧૬ મુદ્દાઓ રજૂ કર્યા, જેમાં રથયાત્રા માર્ગનું સમારકામ, વૃક્ષોની ડાળીઓ કાપવી, સ્પીડ બ્રેકર દૂર કરવા, સંવેદનશીલ વિસ્તારોમાં સી.સી.ટી.વી. અને ડ્રોન સર્વેલન્સ, જર્જરિત ઇમારતો, રખડતા ઢોરનો પ્રશ્ન, ટ્રાફિક ડાયવર્ઝન અને અવિરત વીજ પુરવઠા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે આ તમામ સૂચનો સ્વીકાર્યા તેમણે રથયાત્રા સમયસર અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે ઉપસ્થિત તમામ વિભાગોના અધિકારીઓને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ આપી.

આ પ્રસંગે આચાર્ય પીયૂષભાઈએ જણાવ્યું તેઓ છેલ્લા ૨૭ વર્ષથી મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા અને રથયાત્રાનું આયોજન કરે તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તરફથી હંમેશા સંપૂર્ણ સહયોગ મળ્યો વર્તમાન અધિકારીઓ પણ રથયાત્રામાં વિશેષ સહકાર આપી રહ્યા શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો તેમણે રથયાત્રાના સફળ આયોજન માટે તંત્રને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી.


