ગરવી તાકાત ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા પોલીસે પશુ ચોરીના બે ગુના ઉકેલી 2.90 લાખ રૂપિયાની પાંચ ભેંસો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા આ કાર્યવાહી 1 જૂન, 2026ના રોજ ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓના સંદર્ભમાં કરવામાં આવી ખેડબ્રહ્મા પી.આઈ. ડી.વી. હડાત અને સર્વેલન્સ ટીમના પી.એસ.આઈ. કે.વી. વહોનિયાની સૂચના હેઠળ ટીમ કાર્યરત આ દરમિયાન, એ.પો.કો. ધવલકુમાર કેવળભાઈ ખાનગી બાતમી મળી કે મટોડા ગામ પાસે તળાવની પાળ નજીક વગડાઉ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ ઇસમો ભેંસો સાથે રોકાયા.

બાતમીના આધારે સર્વેલન્સ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચાર ઇસમોને કોર્ડન કર્યા તેમની પૂછપરછ કરતા તેઓના નામ અર્જુનભાઈ ઉદાભાઈ ગમાર ભમરૂભાઈ ઉર્ફે પીપલો ઉર્ફે પોપટ લક્ષ્મણભાઈ કસોટીયા શંકરભાઈ બકાભાઈ પરમાર (રહે. ભિયાંટા, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન) અને ભામલારામ ઉર્ફે ભેમો મોડીયારામ પારધી રહે. પુનાવલી, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું આરોપીઓ પાસેથી પાંચ ભેંસો અંગે સંતોષકારક જવાબ ન મળતા યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું.
![]()
તેમાંથી ત્રણ ભેંસો ખેડબ્રહ્માના ચીખલી ગામની સીમમાં એક તબેલા પરથી ચોરી કરી અન્ય બે ભેંસો છ દિવસ પહેલા વડાલી પાસેના ડોભાડા ચોકડી નજીકથી ચોરી કરી હોવાનું જણાવ્યું જે અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચોરીમાં ગયેલી પાંચ ભેંસોને સારસંભાળ માટે ખેડબ્રહ્માની પાંજરાપોળ સંસ્થામાં મોકલવામાં આવી આ કામગીરી દ્વારા પોલીસે 2.90 લાખ રૂપિયાની પાંચ ભેંસો અને ચાર આરોપીઓને પકડી સરાહનીય કામગીરી કરી.


