કડીના ખેલૈયાઓ નવરાત્રિ પછી પણ હજુ પણ થાક્યા નથી,”રમઝટ 2022″માં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

October 15, 2022

— કડીમાં “રમઝટ 2022″નું આયોજન :

ગરવી તાકાત મહેસાણા :  કડીમાં નવરાત્રિ પતે એક અઠવાડિયાથી પણ વધુ સમય થવા આવ્યો પરંતુ કડીના ખેલૈયાઓ નવરાત્રિ પછી પણ હજુ થાક્યા ન હોય તેવું જોવા મળી રહ્યું હતું કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ વિવાહ પાર્ટી પ્લોટ  ખાતે ભવ્ય “રમઝટ 2022″નું બે દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે  જેમાં પ્રથમ દિવસે કડી ના ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી.
કડી રોટરેકટ ક્લબ તેમજ રોટરી ક્લબ દ્વારા “રમઝટ  2022″નુ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષ  કારોના કાળના લીધે આયોજન કરવામાં નહોતું આવ્યું  પરંતુ 2022 માં ભવ્ય બેદિવસીય ગરબાનું આયોજન કડીના દેત્રોજ રોડ પર આવેલ વિવાહ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે
જેમાં પ્રથમ દિવસે લોક ગાયક અભિતા પટેલ ના તાલે કડીના નગરજનો મન મૂકીને નવરાત્રિ પછી પણ ગરબે ઝુમી ઉઠ્યાં હતાં અને જાણે નવરાત્રિનો માહોલ હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું  ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપમાં તેમજ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ બોલાવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0