— ગાયોને પાંજરે પુરી અમદાવાદ પાંજરાપોળ મોકલી :
— પાલિકાએ કરી લાલ આંખ :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના રોડ રસ્તા ઉપર રખડતી ગાયોને પાંજરે પુરવાનુ ઝુંબેશ હાલ કડી નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે કડી નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે 24 ગાયોને પકડીને પાંજરે પૂરી હતી
— બીજા દિવસે પાલિકા એક્શન મોડમાં :
કડી શહેરની અંદર રોડ રસ્તા ઉપર અને જ્યાં ત્યાં રખડતી ગાયોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને વાહન ચાલકોને ગાયો હડફેટે લવા કિસ્સા અનેક સામે આવ્યા છે અને કેટલાક વાહન ચાલકો અને રાહદારીઓ ને ઇજાઓ પણ પહોંચાડી છે ત્યારે કેટલાક નાગરિકો દ્વારા તંત્રને રજુઆત પણ કરી હતી ત્યારે પાલિકા દ્વારા સતત છેલ્લા બે દિવસ કડીમાં રોડ રસ્તા ઉપર રખડતી ગાયોને પાંજરે પૂરીને કાર્યવાહી કરી હતી કડી પાલિકા દ્વારા સોમવારે 24 ગાયોને પાંજરે પૂરીને અમદાવાદ પાંજરાપોળ મોકલી આપવામાં આવી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી