આજે મહેસાણા જીલ્લાના કડી ખાતે સ્પોર્ટ્સ સ્કુલમાં મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલના ખાતમુર્હુત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તકે કરવામાં આવ્યુ હતુ. રમતગમત ક્ષેત્રે સુવિધાયુક્ત માળખાગત વ્યવસ્થા ઉભી કરવાના પ્રયાસના ભાગ રૂપે આ ઈન્ડોર હોલનુ નિર્માણ થઈ રહ્યુ છે.
મહેસાણા જિલ્લાના કડી ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના હસ્તે રૂ.5.70 કરોડના ખર્ચે નિર્માણ થનાર મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ખાતમુર્હુત કરાયું હતુ. આ ઇન્ડોર હોલ વિવિધ સુવિધાથી સજ્જ હશે.જેમાં 2295 ચોરસમીટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં જિમ્નાસ્ટીક બેડમિન્ટન-02 ,ટેબલ ટેનિસ-04,કોન્ફરન્સ રૂમ,વેઇટીંગ રૂમ,સ્ટાફરૂમ,રેકર્ડરૂમ,કોચ ઓફિસ.મેલ અને ફીમેલ ટોઇલેટ બ્લોક,ચેન્જીંગ રૂમ તથા સ્ટોર રૂમ અને 421 ચોરસ મીટરના મેઝનીન ફ્લોરમાં જીમ,મલ્ટીપર્પઝ હોલ,વી.આઇ.પી સીટીંગ એરીયા સહિતનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો – ફરિયાદીને આરોપી બનાવતુ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, પીવીએસ શર્માના ઘરે આઈટી રેડ
આ કાર્યક્રમાં નીતીન પટેલે જણાવ્યૂુ હતુ કે, રમતગમતમાં નિપુણ વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઉભી કરાઇ છે. ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળવી જ જોઈએ. ફીટ રહેવા માટે રમતને જીવનનો હિસ્સો બનાવવો જોઇએ.યુવાનો રમત ગમતથી પ્રોત્સાહિત થાય તે જરૂરી છે.
કડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ,ધારાસભ્ય સર્વેશ્રી કરશનભાઇ સોલંકી,ડો.આશાબેન પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, સ્પોર્ટસ ઓથોરીટીના સચિવ એ.એન.પટેલ, આદર્શ હાઇસ્કુલના બંસીભાઇ ખમાર,ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલ,પ્રાન્ત અધિકારી કેતકીબેન વ્યાસ, સહિત આદર્શ હાઇસ્કુલના સ્ટાફ સર્વે,અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.