દેશ ના વડા ના ગામમાં વડનગરમાં પાંચેય શાસનકાળની સાક્ષી પૂરતા 30X30 મીટરની અંતરે 5 બુર્જ મળી આવ્યા

March 7, 2022

ગરવી તાકાત મહેસાણા :  પોસ્ટ ક્ષત્રપ, ક્ષત્રપકાળ, સોલંકીકાળ, મોગલ સલ્તનત અને ગાયકવાડ સમયની સાક્ષી પુરતા બુર્જની નોંધ અર્જુનબારી દરવાજા નજીક દેવનગરીલીપી અને ફારસી ભાષામાં પણ ઉલ્લેખ કરાયો છે. આકર્ષણનું કેન્દ્ર બનેલા આ બુર્જને પુરાતન વિભાગ રિનોવેશન કરી નવો ઓપ આપી રહ્યું છે.અગાઉ પણ જમીનથી આશરે 25 ફૂટ ઊંચો એક બુર્જ મળી આવ્યો હતો.

વડનગરમાં ખોદકામ દરમિયાન પુરાતન વિભાગને અત્યાર સુધીમાં ઘણા અવશેષો મળી આવ્યા છે.2000 વર્ષ જૂની નગરીને શોધવા અને આ નગરીનો બીજા દેશો સાથેનો સંબંધ શોધવા,અહીં કેવા લોકો રહેતા હતા.તેમની રહેણી કરણી કેવી હતી સહિતના પુરાવા મળી રહ્યા છે.આ ઉપરાંત બૌધ ધર્મનો વડનગર સાથેનો સંબંધ દર્શાવતા પ્રાચીન બૌધ સ્તૂપ અને મઠ મળ્યા છે.

આ દરમિયાન અરમથોળ નજીક ખોદકામ દરમિયાન 1000 થી 1200 વર્ષ જૂનો બુર્જ મળી આવ્યો હતો.ત્યાર બાદ અહીં આ જ લાઈનમાં જ 30 બાય 30 મીટરના અંતરે બીજા ચાર બુર્જ મળી આવ્યા છે.આ બુર્જ પરથી સૈનિકો દુશ્મનોની દેખરેખ રાખતા હતા.જેમ જેમ શાસકો આવતા ગયા તેમ તેમ બુર્જ પર બાંધકામ કરતા ગયા. પોસ્ટ ક્ષત્રપ, ક્ષત્રપકાળ, સોલંકીકાળ, મોગલ સલ્તનત અને ગાયકવાડ સમયના આ બુર્જ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નોંધનીય છે કે શહેરની ફરતે આવેલા દરવાજા બહાર હજુ પણ કેટલાક આવા બુર્જ ધરબાયેલા છે.

તસવિર અને આહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0