પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી લગભગ રૂ. 8.02 લાખ કરોડની કમાણી થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં આ માહિતી આપી હતી. સીતારમણે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું. કેન્દ્રને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી લગભગ રૂ. 8.02 લાખ કરોડની કમાણી થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે સંસદમાં આ માહિતી આપી હતી. તેમાંથી, એકલા નાણાકીય વર્ષ 2020-21માં, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી 3.71 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા છે. નાણામંત્રી છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં થયેલા વધારા અને આ ઈંધણ પરના વિવિધ કર દ્વારા મેળવેલી આવકની વિગતો અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
સીતારમણે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી 5 ઓક્ટોબર, 2018ના રોજ 19.48 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 4 નવેમ્બર, 2021ના રોજ 27.90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ જ સમયગાળા દરમિયાન ડીઝલ પરની ડ્યૂટી 15.33 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 21.80 રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળામાં, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી 5 ઓક્ટોબર, 2018ના રોજ 19.48 રૂપિયા પ્રતિ લિટરથી ઘટીને 6 જુલાઈ, 2019ના રોજ 17.98 રૂપિયા થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 15.33 રૂપિયાથી ઘટીને 13.83 રૂપિયા થઈ ગઈ છે.
2 ફેબ્રુઆરી, 2021 સુધી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી વધારીને અનુક્રમે રૂ. 32.98 અને રૂ. 31.83 કરવામાં આવી હતી અને પછી 4 નવેમ્બર, 2021ના રોજ ઘટીને રૂ. 27.90પ્રતિ લિટર (પેટ્રોલ) અને રૂ. 21.80 (ડીઝલ) થઈ ગઈ હતી. સીતારમને કહ્યું, “છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલમાંથી એકત્ર કરાયેલ સેસ સહિત કેન્દ્રીય આબકારી જકાત નીચે મુજબ છેઃ વર્ષ 2018-19 માં રૂ. 2,10,282 કરોડ, વર્ષ 2019-20 અને વર્ષ 2020માં રૂ. 2,19,750 કરોડ.2020-21-માં 3,71,908 કરોડ છે.