પાટણના દોશીવટ બજારમાં દુકાનના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી

October 3, 2026

ગરવી તાકાત ઃ 3-10-2026

પાટણના દોશીવટ બજાર નાકે ભગવતી ટ્રેડર્સમાં આગ લાગતાં અફરાતફરી મચી: ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી

ત્રીજા માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં વેપારીઓમાં ફફડાટ, પાલિકાની ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિ થાળે પાડી

ઐતિહાસિક પાટણ શહેરના વ્યસ્ત ગણાતા દોશીવટ બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દોશીવટ બજારના નાકે આવેલી ‘ભગવતી ટ્રેડર્સ’ નામની દુકાનના ત્રીજા માળે અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો.

બનાવની વિગતો મુજબ, સામાન્ય દિવસની જેમ બજારમાં ચહલપહલ ચાલી રહી હતી તે દરમિયાન ભગવતી ટ્રેડર્સના ત્રીજા માળેથી અચાનક કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પકડતાં આસપાસના સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો હતો. બજાર વચ્ચે આગ લાગી હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતાને પારખી તાત્કાલિક પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને જાણ કરવામાં આવી હતી. કોલ મળતાંની સાથે જ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સત્વરે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ત્વરિત પાણીનો મારો ચલાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

ફાયર બ્રિગેડની સમયસૂચકતા અને ઝડપી કાર્યવાહીને કારણે આગ અન્ય માળ કે આસપાસની અન્ય દુકાનોમાં પ્રસરતાં અટકી ગઈ હતી, જેને પગલે એક મોટી હોનારત અને વ્યાપક નુકસાની ટળી હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ પાછળના સાચા કારણો જાણવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0