પાટણ જિલ્લામાં નામદાર કોર્ટના આદેશ અનુસાર 51 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો…

September 27, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં નામદાર કોર્ટના આદેશ અનુસાર, આજે ₹ 51 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો સિધ્ધપુર નજીક આવેલા સુજાનપુર હેલીપેડ પર બુલડોઝર ફેરવીને આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ દારૂનો જથ્થો પાટણ જિલ્લાના ચાર પોલીસ મથકો – ચાણસ્મા, હારીજ, સમી અને પાટણ બી ડિવિઝન દ્વારા વિવિધ કેસોમાં પકડવામાં આવ્યો.

કોર્ટના હુકમ બાદ તેને નાશ કરવા માટે સુજાનપુર હેલીપેડ ખાતે લાવવામાં આવ્યો દારૂના જથ્થાને નષ્ટ કરવાની આ સમગ્ર પ્રક્રિયા સિધ્ધપુર અને રાધનપુરના ડીવાયએસપી (DYSP) અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી ગેરકાયદેસર દારૂના બોક્સ પર બુલડોઝર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરાયો.

More than 12 thousand cases were disposed of in Lok Adalats held in Patan  district courts | લોક અદાલત: પાટણ જિલ્લાની કોર્ટોમાં યોજાયેલી લોક અદાલતોમાં  12 હજારથી વધુ કેસોનો નિકાલ ...

આ કાર્યવાહી દરમિયાન સમી, હારીજ, ચાણસ્મા અને પાટણના મામલતદાર સહિત અન્ય સંબંધિત સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યા. પાટણ જિલ્લા પોલીસ દ્વારા રાજ્યમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0