પાલનપુરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે SOGએ 1 શખ્સને દબોચ્ચ્યો

April 29, 2022

ગરવી તાકાત પાલનપુર : ધાનેરાના નેનાવા નજીકથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે બનાસકાંઠા SOGએ ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા SOGના હસમુખ, હસમુખદાન, જેતસીભાઈ, અજમલસિંહ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસ કોન્સટેબલ હસમુખદાનને મળેલ બાતમી હકીકત આધારે ધાનેરા તાલુકાના નેનાવા નજીકથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી એક પેસેન્જર ઇક્કો ગાડીમાં બેઠેલા શખ્સ પ્રિયંક ઈશ્વરભાઈ સમેજા (રાવળ)રહે. ડીસા, મંગલ પાર્ક, ત્રણ હનુમાન રોડ, તા.ડીસા વાળાના જાત કબ્જામાંથી ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરની

એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત 20,000 સાથે પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આરોપીને આગળની કાર્યવાહી માટે ધાનેરા પો.સ્ટે ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0