મહેસાણા જિલ્લામાં યુવતીનું અપહરણ કરીને 11 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

— ઉબખલના યુવક કાંકરેજ તાલુકાના વાલાપુરાની સીમમાં નદીના પટમાં લઈ જઈ વારંવાર સંબંધો બાંધ્યા :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ગામડામાં રહેતા પરીવારની ૧૯ વર્ષિય યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી વિજાપુર તાલુકાના ઉબખલ ગામના યુવકે અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણીને કાંકરેજ તાલુકાના વાલાપુરાની સીમમાં આવેલ નદીની કોતરોમાં લઈ જઈ ૧૧ દિવસ સુધી ગોંધી રાખી તેની ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે વસઈ પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.

વિજાપુર તાલુકા પંથકમાં રહેતા એક પરિવારની ૧૯ વર્ષિય દિકરી જઈ રહી હતી તે વખતે  ઉબખલ ગામમાં રહેતા રાજુ શંકરભાઈ રાવળે તેનો હાથ પકડીને કારમાં બેસાડી દીધી હતી અને લગ્ન કરવાની લાલચે તેણીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને તે કાંકરેજ તાલુકાના વાલાપુરા ગામની સીમમાં આવેલ નદીની કોતરોમાં લઈ જઈ ૧૧ દિવસ સુધી અહીં ગોંધી રાખી હતી.

જયાં યુવતીની મરજી વિરૃધ્ધ નરાધમે નદીના પટમાં આવેલા રેતાળ વિસ્તાર અને ઝાડી ઝાંખરીઓમાં લઈ જઈને અવારનવાર શરીર સંબંધો બાંધી દુષ્કર્મ આચરી બાદમાં ત્યાંથી નાસી ગયો હતો.ત્યારબાદ આ ભાગ બનનાર યુવતીને વિજાપુર તાલુકાના ફૂદેડા ગામનો તેનો મિત્ર જીગ્નેશ ભગાભાઈ રાવળ ગાડીની ડ્રાયવીગં કરીને કાંકરેજના વાલાપુરા ગામમાં મુકી આવ્યો હતો.જેથી માંડ માંડ ઘરે પહોંચેલી યુવતીએ પોતાની સાથે બનેલી આપવીતી પરિવારને જણાવતા આખરે આ અંગે વસઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે બે શખસો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.