સુરતમાં મહિલાને હોટલમાં બોલાવી કહ્યું તને એવી નોકરી આપું કે તું સીધી કરોડપતિ બની જઇશ પણ…

February 3, 2022

કોરોનામાં નર્સિંગની નોકરી છુટી જવાના કારણે મહિલાને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતા પરિણીતાએ પોતાની બહેનપણીને નોકરી અપાવવા ભલામણ કરી હતી. જેના કારણે મહિલાને બહેનપણીના માનેલા ભાઇનો સંપર્ક કર્યો હતો. આ ભાઇએ તેને પરનીતા હોટલમાં બોલાવી હતી. જ્યાં મહિલા પર જોરજબરજસ્તી કરીને બળાત્કાર કર્યો હતો. જો તેના તાબે નહી થાય તો નોકરી તો નહી મળે તેની દિકરી પર પણ સંકટ આવશે તેવું જણાવ્યું હતું.

બળાત્કારનો વીડિયો ઉતાર્યા બાદ મહિલાને વારંવાર અલગ અલગ સ્થળે બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે કંટાળેલીમહિલાએ હવે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ તો ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. સુરતની વરાછામાં મહિલા રહે છે. તેનો પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. પોતે પણ પરિવારની મદદ કરવા માટે નોકરી કરતી હતી.

જો કે કોરોના કાળમાં નોકરી છુટી જતા આર્થિક સ્થિતી કથળી હતી. જેથી તેણે નોકરી માટે બહેનપણીને જણાવ્યું હતું. જેથી બહેનપણીએ પોતાનાં માનેલા ભાઇને નોકરી અંગે જણાવ્યું હતું. માનેલા ભાઇ પારસ ઝાલાવાડિયાએ નોકરીની લાલચ આપીને પરણીતા પર દુષ્કર્મ આચર્યું હતું.

(ન્યુઝ એજન્સી) 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0