ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. નાના મોરચે જુદા જુદા કાર્યક્રમો થતી પ્રચાર અભિયાન શરૂ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસના કેસ ઓછા થતા ભાજપે હવે જનઆશીર્વાદ યાત્રા કાઢી છે. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે એક પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર સામે પ્રશ્નો કર્યા છે. ભાજપ સરકાર કોરોના કાળમાં લોકોને ઑક્સિજન બેડ આપી શકી નથી.
આ પણ વાંચો – જન આર્શીવાદ યાત્રામાં રૂપાલાએ વિપક્ષ પર સાધ્યુ નિશાન – વેક્સિનની ટીકા કરવા વાળા હવે ક્યાંય ઝડતા નથી !
લોકો ઑક્સિજન વગર મૃત્યુ પામ્યા છે. એવું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે. ગુજરાત રાજ્યમાં કોરોના કાળ સમયે ભાજપના નેતાઓ યાત્રા કાઢવા માટે નીકળ્યા છે. બીજી વેવમાં સ્થિતિ ખરાબ હતી. સ્ટ્રેચર પર મરતા લોકોને મેં જાેયા છે. જે દર્દીઓ કોરોનામાં મૃત્યું પામ્યા છે એનું આ અપમાન છે. આવા કાળમાં ગુજરાત રાજ્યના કોઈ નેતાઓ ચાલ્યા નથી. સરકાર નાપાસ થઈ છે. એટલે ભાજપે કેન્દ્રમાંથી નેતાઓને મોકલ્યા છે. મોંઘવારી, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા તથા ખેડૂતોની સમસ્યાઓ એ હાલની સૌથી મોટી સમસ્યાઓ છે. ત્યારે આ તમામ કાર્યક્રમોના આશીર્વાદ લેવા માટે જાવ છો? ઈસુદાને કહ્યું કે, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારજનોને રૂ.૧ લાખની આર્થિક મદદ આપવામાં આવે.
આ પણ વાંચો – AAP નેતા ગોપાલ ઈટાલીયાની મહેસાણા પોલીસે કરી ધરપકડ, ઉંઝા ઉમીયા માતાના દર્શન કરતા અટકાવાયા – ઈસુદાને આપી ચીમકી, કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચશે
જનયાત્રા કાઢવામાં, પોસ્ટર તથા બેનર પાછળ ખર્ચો કરવાના બદલે કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક મદદ કરવી જાેઈએ. પણ જન આશીર્વાદ યાત્રામાં લોકોની ભીડ એકઠી કરવામાં આવી રહી છે. આ મૃતકોને જાે સરકાર આર્થિક મદદ નહીં કરે તો વર્ષ ૨૦૨૨માં આમ આદમી પાર્ટી એમને મદદ કરશે.
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા, પ્રવિણ રામ અને નિખિલ સવાણીએ આ મામલે એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું કે, નવા જાેડાયેલા પ્રવિણ રામને આમ આદમી પાર્ટીના યુથ વિંગના અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે મહામંત્રી તરીકે નિખિલ સવાણીની પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસ જુદા જુદા મુદ્દે વિરોધ કરવા માટે પણ યોજના ઘડી કાઢી છે. જાેકે, છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીલક્ષી પ્રવૃતિઓ વધી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અંદરખાને તૈયારીઓ શરૂ કરી દીધી છે.