જન આર્શીવાદ યાત્રામાં રૂપાલાએ વિપક્ષ પર સાધ્યુ નિશાન – વેક્સિનની ટીકા કરવા વાળા હવે ક્યાંય ઝડતા નથી !

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાજપની જન આર્શીવાદ યાત્રાના ભાગ રૂપ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ મહેસાણામાં હાજરી આપી હતી. આ દરમ્યાન તેમને પ્રેસ કોન્ફરન્સમાં કોરોના જેવા મુદ્દે નિવેદન આપતા કહ્યુ હતુ કે આપણે આપણે કપરા કાળમાંથી પસાર થયા છીએ, પરંતુ  મારે ગુજરાત સરકાર ને અભિનંદન આપવા છે. કેમ કે સરકારે કોવિડમાં સક્રીયત થી ખૂબ કામ કર્યું છે.  કોરોનાની શરૂઆતમાં આપણને ખ્યાલ નહતો કેે, કોવિડ ની સારવાર કેવી રીતે કરીશું. આખા દેશમાં કોવિડ ટેસ્ટ ની એક જ લેબોરેટરી હતી. તે સમયે આપણે ત્યાં એક પણ PPE કીટ્સ નહોતી બનતી પરંતુ આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે. અત્યારે જરૂર પડે તો ભારત પડખે ઉભું રહે તેવી શાખ આજે વિશ્વમાં ઉભી થઇ છે.

પુરષોત્તમ રૂપાલાએ કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરેલી કામગીરીના વખાણ કરતાં તેમને જણાવ્યુ હતુ કે, કોરોનાકાળમાં  આપણી એરલાઇન્સ એર ઇન્ડિયા એ 100 કરતા વધુ દેશમાં જીવન રક્ષક દવા પહોંચાડી છે. સેકન્ડ વેવમાં ઓક્સિજનની અછત વચ્ચે ગલ્ફ દેશોમાંથી ઓક્સિજન મળ્યો હતો તે એટલા માટે કે આપણે તેમને પૂરતી મદદ કરી હતી. પરંતુ આજે આપણે તે સંકટમાંથી બહાર નીકળી ગયા છીયે.

 આ પણ વાંચો – નગરપાલીકાના કૌભાંડમાં સ્થાનિક પોલીસ દ્વારા FIR દાખલ નહી થતાં ACBમાં કોંગ્રેસની રજુઆત, કહ્યુ : ના છુટકે હાઈકોર્ટનો સહારો લેવો પડશે !

તેમને કોરોના મુદ્દે વિરોધીઓ ઉપર પણ નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ હતુ કે, વેક્સિન બાબતે ખુબ દુષ્પ્રચાર થયો હતો. પરંતુ  રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સક્રિય પ્રયાસને કારણે ગુજરાતમાં 4 કરોડ વેકસીનના ડોઝ આપી શક્યા છીયે.  જ્યારે તેની સામે દેશમાં 55 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. એવામાં જે લોકો વેક્સિનનો વિરોધ કરતા હતા તે લોકો પણ વેક્સિન લેવા દોડી રહ્યા છે. આજે વેક્સિનની ટીકા કરવા વાળા ક્યાં ઝડતા નથી. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.