સોનાના ભાવમાં 1,240 અને ચાંદીમાં 5,138નો સાપ્તાહિક ધોરણે કડાકો

શેર કરવા અહીં ક્લિક કરો.

(નૈમીશ ત્રીવેદી)

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 6થી 12 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન 22,46,752 સોદાઓમાં કુલ રૂ.1,70,854.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 695 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 542 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 4,74,783 સોદાઓમાં રૂ.39,309.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જે આગલા સપ્તાહનાં રૂ.28,735.97 કરોડનાં ટર્નઓવરની સરખામણીએ 36.79 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આગલા સપ્તાહની સરખામણીએ સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં 142.13 ટકાના ઉછાળા સાથે રૂ.2,361.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જ્યારે ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં 114.33 ટકાના ઉછાળા સાથે રૂ.1,294.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.35,649.10 કરોડનાં કામકાજ થયાં હતાં, જે આગલા સપ્તાહનાં રૂ.27,150.01 કરોડનાં કામકાજની સરખામણીએ 31.30 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સના ટર્નઓવરમાં 36.79 ટકાની વદ્ધિઃ કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.800 તૂટ્યાઃ કપાસ, સીપીઓ, રબરમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 695 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 542 પોઈન્ટની મૂવમેન્ટ

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 9,37,821 સોદાઓમાં કુલ રૂ.52,734.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,574 અને નીચામાં રૂ.45,662 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,240 ઘટી રૂ.46,363ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.922 ઘટી રૂ.37,346 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.131 ઘટી રૂ.4,630ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,550ના ભાવે ખૂલી, રૂ.1,253 ઘટી રૂ.46,335ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.66,819 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.66,982 અને નીચામાં રૂ.61,536 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.5,138 ઘટી રૂ.61,860 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5,065 ઘટી રૂ.62,183 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5,053 ઘટી રૂ.62,190 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 6,57,861 સોદાઓમાં કુલ રૂ.49,331.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,130ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,211 અને નીચામાં રૂ.4,846 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.16 વધી રૂ.5,138 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.16 ઘટી રૂ.292.50 બંધ થયો હતો.

આ પણ વાંચો – સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ – ક્રૂડ પામતેલમાં 36,730 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 15,527 સોદાઓમાં રૂ.2,130.81 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,433ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1453.50 અને નીચામાં રૂ.1422 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.9 વધી રૂ.1,442 બંધ થયો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,847ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,200 અને નીચામાં રૂ.17,657 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.344 વધી રૂ.17,982ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,136ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1182 અને નીચામાં રૂ.1105 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.24.80 વધી રૂ.1164.50 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.60 ઘટી રૂ.932.40 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.800 ઘટી રૂ.26,010 બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,90,876 સોદાઓમાં રૂ.24,670.71 કરોડનાં 53,171.297 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,46,945 સોદાઓમાં કુલ રૂ.28,064.20 કરોડનાં 4,404.977 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,14,357 સોદાઓમાં રૂ.18,455.20 કરોડનાં 3,65,20,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,43,504 સોદાઓમાં રૂ.30,875.81 કરોડનાં 1,01,91,73,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 42 સોદાઓમાં રૂ.1.29 કરોડનાં 180 ટન અને કોટનના વાયદાઓમાં 3,714 સોદાઓમાં રૂ.377.94 કરોડનાં 143025 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 970 સોદાઓમાં રૂ.42.78 કરોડનાં 666.36 ટન, રબરના વાયદાઓમાં 236 સોદાઓમાં રૂ.4.79 કરોડનાં 266 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 10,565 સોદાઓમાં રૂ.1,704.01 કરોડનાં 1,49,540 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,195.023 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 796.606 ટન, ક્રૂડ તેલમાં 6,08,900 બેરલ અને નેચરલ ગેસમાં 2,02,47,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 168 ટન, કોટનમાં 99175 ગાંસડી, મેન્થા તેલમાં 439.92 ટન, રબરમાં 159 ટન, સીપીઓમાં 81,150 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 18,599 સોદાઓમાં રૂ.1,509.52 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 10,832 સોદાઓમાં રૂ.842.18 કરોડનાં 11,993 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 7,767 સોદાઓમાં રૂ.667.34 કરોડનાં 8,496 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,788 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 796 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,467ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,499 અને નીચામાં 13,804ના સ્તરને સ્પર્શી, 695 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 592 પોઈન્ટ ઘટી 13,920ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,700ના સ્તરે ખૂલી, 542 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 95 પોઈન્ટ વધી 15,847ના સ્તરે પહોંચ્યો હતો.

(નૈમીશ ત્રીવેદી એ મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.