(નૈમીશ ત્રીવેદી)
ક્રૂડ તેલ ઢીલુઃ કોટન, રબરમાં નરમાઈઃ કપાસ, મેન્થા તેલ વધ્યાઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 65 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 98 પોઈન્ટની મૂવમેન્ટ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,28,898 સોદાઓમાં કુલ રૂ.10,616.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 65 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 98 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
ધાતુઓમાં સોના-ચાંદીમાં 42,005 સોદાઓમાં કુલ રૂ.2,702.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,011ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,148 અને નીચામાં રૂ.45,925 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.151 વધી રૂ.46,113ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.111 વધી રૂ.37,193 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.4,613ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,029ના ભાવે ખૂલી, રૂ.157 વધી રૂ.46,093ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,697 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,735 અને નીચામાં રૂ.62,413 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27 વધી રૂ.62,663 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.68 વધી રૂ.63,009 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.44 વધી રૂ.62,993 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,287 સોદાઓમાં રૂ.1,963.19 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.207.65 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.55 વધી રૂ.251ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.75 ઘટી રૂ.730.45 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.1 ઘટી રૂ.1,442.80 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.180ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 37,341 સોદાઓમાં કુલ રૂ.2,772.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,081ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,127 અને નીચામાં રૂ.4,995 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.84 ઘટી રૂ.5,028 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.20 વધી રૂ.304.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,829 સોદાઓમાં રૂ.461.53 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,443ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1443 અને નીચામાં રૂ.1440 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.50 વધી રૂ.1,442 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,200 અને નીચામાં રૂ.17,930 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35 ઘટી રૂ.17,989ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,143.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1172.30 અને નીચામાં રૂ.1143.90 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.34.10 વધી રૂ.1169.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.10 વધી રૂ.929.20 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.70 ઘટી રૂ.26,150 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,826 સોદાઓમાં રૂ.1,403.76 કરોડનાં 3,049.254 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 32,179 સોદાઓમાં કુલ રૂ.1,299.11 કરોડનાં 206.821 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.154.14 કરોડનાં 7,420 ટન, જસતના વાયદાઓમાં રૂ.302.31 કરોડનાં 12,105 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.881.73 કરોડનાં 12,057.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.532.98 કરોડનાં 3,7080 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.92.03 કરોડનાં 5,120 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 17,179 સોદાઓમાં રૂ.1,442.75 કરોડનાં 28,48,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,162 સોદાઓમાં રૂ.1,329.30 કરોડનાં 4,34,98,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.09 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 300 સોદાઓમાં રૂ.30.90 કરોડનાં 11775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 176 સોદાઓમાં રૂ.7.13 કરોડનાં 76.68 ટન, રબરના વાયદાઓમાં 56 સોદાઓમાં રૂ.1.23 કરોડનાં 68 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,294 સોદાઓમાં રૂ.422.18 કરોડનાં 36,730 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,981.449 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 782.972 ટન, એલ્યુમિનિયમમાં 12,535 ટન, જસત વાયદામાં 11,295 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,8700 ટન, નિકલ વાયદામાં 2,6520 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,310 ટન, ક્રૂડ તેલમાં 7,47,700 બેરલ અને નેચરલ ગેસમાં 2,13,86,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 152 ટન, કોટનમાં 109075 ગાંસડી, મેન્થા તેલમાં 437.76 ટન, રબરમાં 142 ટન, સીપીઓમાં 80,770 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 974 સોદાઓમાં રૂ.84.73 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 484 સોદાઓમાં રૂ.38.09 કરોડનાં 548 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 490 સોદાઓમાં રૂ.46.64 કરોડનાં 595 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,940 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 821 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 13,872ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,933 અને નીચામાં 13,868ના સ્તરને સ્પર્શી, 65 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 46 પોઈન્ટ વધી 13,922ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,649ના સ્તરે ખૂલી, 98 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 4 પોઈન્ટ વધી 15,712ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 34,462 સોદાઓમાં રૂ.2,631.66 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.119.20 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.49.22 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,463.06 કરોડનાં કામકાજ થયાં હતાં.
(નૈમીશ ત્રીવેદી એ મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)