અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ગણપત યુનિવર્સિટીએ તેનો ૧૮મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો.

January 16, 2025

“આંખો ખુલ્લી રાખો, નવી વસ્તુઓ શીખતા રહો અને આજીવન વિદ્યાર્થી બની રહો.” : અમિત શાહ

૧૭ PhD ઉમેદવારો સહિત કુલ ૪૧૬૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત થઇ અને ૮૬ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા.

ગરવી તાકાત -તા: ૧૬ જાન્યુઆરી ૨૦૨૫

જેમ એક યુનિવર્સિટી માટે તેનો પદવીદાન સમારંભ તેનો એક વિશેષ વાર્ષિક પ્રસંગ છે તેમ વિદ્યાર્થીકાળમાં દીક્ષાંત સમારોહ ચોક્કસપણે તેનો આજીવન અવિસ્મરણીય પ્રસંગ છે. માત્ર ગુજરાતની જ નહિ પરંતુ સમગ્ર ભારતવર્ષની પ્રતિષ્ઠિત સ્વાયત્ત યુનિવર્સિટીમાં જેની ગણના છે તેવી ગણપત યુનિવર્સિટીએ તેના ૧૮મા GUNI દીક્ષાંત સમારોહની ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી.

આ પ્રસંગે શ્રી અમિતભાઈએ ગણપત યુનિવર્સિટીના નેશનલ સેન્ટર ફોર એડિટિવ મેન્યુફેક્ચરિંગ – પશ્ચિમ ભારતનું ગૌરવપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું. વધુમાં, યુનિવર્સિટીએ SAS ઈન્ડિયા લિમિટેડ અને શેલ્બી હોસ્પિટલ લિમિટેડ સાથે અનુભવલક્ષી શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં બે મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ નોંધપાત્ર પહેલ દ્વારા યુનિવર્સિટીએ પોતાની ઓળખને સમૃદ્ધ બનાવી શિક્ષણમાં શ્રેષ્ઠતા અને નવીનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃ પુરવાર કરી હતી.

 

ગણપત યુનિવર્સિટી સાત વિભિન્ન વિદ્યાશાખાઓમાં શિક્ષણ આપે છે, જેમાં ૧૦૦ કરતાં વધુ વૈવિધ્યસભર અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવા અને ચારિત્ર્યના મહત્વ પર ભાર મૂકવાના મૂળભૂત સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. તદુપરાંત, યુનિવર્સિટી વિદ્યાર્થીઓને તેમનામાં સક્ષમ સામાજિક અને વ્યાવસાયિક મૂલ્યો સાથે કરુણા અને સહાનુભૂતિ જેવા નૈતિક મૂલ્યોપણ કેળવાય તે અર્થે સમર્પિત છે.

 

આ મહત્વપૂર્ણ પ્રસંગે, ભારત સરકારના માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના આરોગ્ય અને શિક્ષણમંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયક, મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મંચ શોભાવ્યો હતો. સાથેજ ટાટા મોટર્સના મુખ્ય માનવ સંસાધન અધિકારી શ્રી સીતારામ કાંડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

યુનિવર્સિટી તરફથી માનનીય પ્રમુખ અને દાતા-અધિષ્ઠાતા પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરી, સમર્થ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. વધુમાં, યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્મા, બોર્ડ ઑફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ટ્રસ્ટીઓ, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. આર.કે. પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સત્યેન પરીખ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સૌરભ દવે, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. ગિરીશભાઈ પટેલ, ડેપ્યુટી પ્રોવાઈસ ચાન્સેલરો, વિવિધ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન, અન્ય મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ પણ થયું હતું.

આ સમારોહ દરમિયાન, વિવિધ શૈક્ષણિક શાખાઓના ૩૧૬૩ વિદ્યાર્થીઓ અને ૧૦૦૫ વિદ્યાર્થીનીઓ એમ કુલ મળીને ૪૧૬૮ છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત, ૪૭ વિદ્યાર્થીઓ અને ૩૯ વિદ્યાર્થીનીઓ સહિત ૮૬ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બિરદાવતા સુવર્ણ ચંદ્રકોથી નવાજવામાં આવ્યા હતા. વિશેષ સ્વરૂપે, ૧૭ વિદ્યાર્થીઓને તેમના પોતાના આગવા ક્ષેત્રમાં ગહન સંશોધન માટે PhD થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્વાગત પ્રવચનમાં ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્માએ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા પધારવા બદલ માનનીય મહેમાનો, અન્ય મહાનુભાવો તથા વાલીગણનું સ્વાગત કર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો કે શ્રી અમિતભાઈની હાજરીને કારણે આ એક ઐતિહાસિક દીક્ષાંત સમારોહ છે. સાથે સાથે તેમણે યુનિવર્સિટી દ્વારા રજુ કરવામાં આવતા આધુનિક યુગના ટેકનોલોજીકલ અભ્યાસક્રમો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

 

પ્રાસંગિક પ્રવચનમાં માનનીય પ્રમુખ પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો મુખ્ય અતિથિ તરીકે પધારવા બદલ આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે હવે ‘હોતી હૈ ચલતી હૈ’ નો યુગ રહ્યો નથી. વિકસિત મહાસત્તાઓને પડકારવા આપણે ટેકનોલોજી અને AI ના યુગમાં હરણફાળ ભરવી જ પડશે. વળી, રતન તાતાને યાદ કરતા કહ્યું હતું કે હવે પ્રમાણિકતા અને નિષ્ઠા આપણો સહિયારો પાસવર્ડ છે. તેમણે સાર્થકતા સાથેની સફળતાની હિમાયત કરી વિદ્યાર્થીઓને પરિશ્રમનો મહિમા સમજાવ્યો હતો.

 

પ્રાસંગિક ઉદ્બોધનમાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં ગણપત યુનિવર્સિટીની નોંધપાત્ર હાજરીની પ્રશંસા કરી હતી. તેમણે પોતાનું સર્વસ્વ સ્વદેશને અર્પણ કરવા બદલ શ્રી ગણપતભાઈ પર પ્રશંસાના પુષ્પો વેર્યા હતા તેમજ આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી અનિલભાઈને પણ યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જાગૃત રહી અવનવા પડકારો સ્વીકારવા હાકલ કરી હતી.

 

પોતાની હળવી શૈલીમાં વિદ્યાર્થીઓને સ્ફૂર્તિમય, એકાગ્ર, અલ્પાહારી, સચેત તથા વિદ્યાભ્યાસ અને રાષ્ટ્રનિર્માણ અર્થે ગૃહત્યાગી બનવાનો ગુરુમંત્ર આપ્યો હતો. તેમણે શ્રી નરેન્દ્રભાઈને યાદ કરતા જણાવ્યું હતું કે ‘જો દેશનો પ્રત્યેક નાગરિક માત્ર એક જ દિશામાં માત્ર એક જ ડગલું આગળ વધે તો પણ રાષ્ટ્ર એક સાથે ૧૪૦ કરોડ ડગલાં આગળ વધે.’ તેમણે જ્ઞાન આધારિત શિક્ષણની હિમાયત કરતા ૨૦૪૭ના સુવર્ણ ભારતની સંકલ્પનાને સાકાર થતી જોવા તથા તેમાં સહભાગી થવા વિદ્યાર્થીઓને આવાહન કર્યું હતું.

 

આ મહત્વપૂર્ણ પ્રસંગે, પ્રતિષ્ઠિત મહેમાન શ્રી સીતારામ કાંડીએ યુવાનોને સંબોધતા કહ્યું કે ‘દાદા બધા વિદ્યાર્થીઓ અને આપણા જેવા લોકો માટે એક મોટી પ્રેરણા છે.’ તેમણે ઉમેર્યું કે ‘સકારાત્મક આદતો તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવનમાં સતત વિદ્યાર્થી બનો અને શીખતા રહો, કોઈને પ્રગતિ કરવામાં મદદ કરતા રહો. તમારી આસપાસના નકારાત્મક વાતાવરણથી અલગ થવાનું અને સુકાર્યની શરૂઆત કરવાનું શીખો.

 

આ ભવ્ય દીક્ષાંત સમારોહમાં ૯૩૮ અનુસ્નાતક, ૧૩ અનુસ્નાતક ડિપ્લોમા, ૧૯૪૮ સ્નાતક, ૧૨૫૨ ડિપ્લોમાના દીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં વિશેષતા ધરાવતા ૨૨૯૮, ફાર્મસીમાં ૧૪૦, કમ્પ્યુટર એપ્લિકેશનમાં ૭૦૫, મેનેજમેન્ટ સ્ટડીઝમાં ૪૪૬, આર્કિટેક્ચર, ડિઝાઇન અને પ્લાનિંગમાં ૧૯, સામાજિક વિજ્ઞાનમાં ૬૬ અને વિજ્ઞાનમાં ૪૯૪ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી.

આ વિશેષ સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના ગૌરવવંતા માતા-પિતા, મહેમાનો, ગણપત યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, આદરણીય સભ્યો, ટ્રસ્ટીઓ અને પ્રતિષ્ઠિત પ્રોફેસરોની ઉમદા હાજરીમાં સંપન્ન થયો હતો.ગણપત યુનિવર્સિટિના પ્રો વાઇસ ચાન્સેલર ડો. સૌરભ દવેએ ઉપસ્થિત મહેમાનો, યુનિવર્સિટી હોદ્દેદારો, પધારેલ વાલીગણ, વિદ્યાર્થીઓનો આ શુભ પ્રસંગ દિપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:30 pm, Jan 16, 2025
temperature icon 16°C
clear sky
Humidity 33 %
Pressure 1019 mb
Wind 9 mph
Wind Gust Wind Gust: 23 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:15 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0