ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગરની કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં અંદાજે 15થી વધુ અરજદારો ઉપસ્થિત રહ્યા. લોકશાહીને ધબકતી રાખવા અને પ્રજાના કલ્યાણ માટે ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી નિરંતર ચાલી રહ્યો.

આ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો. કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા દબાણ દૂર કરવા બાબત, જમીન સર્વેક્ષણ બાબત, હેંડપંપ લગાવવા, પીવાના પાણીના નિવારણ, પ્લોટ ફાળવણી અને ગટર સફાઇ સહિતના મુદ્દાઓ સામેલ. કલેક્ટરે આ કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમણે અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો.

વધુમાં કલેક્ટરે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળવા જણાવ્યું તેમણે યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા પણ સૂચના આપી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.