કડીમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતા CCTv ફૂટેજ સામે આવ્યાં,સ્થાનિકોએ બુમાબુમ કરતાં ચોર ભાગ્યો

October 12, 2022
ગરવી તાકાત મહેસાણા : કડી શહેર તેમજ તાલુકાની અંદર ચોરીની ઘટનાઓ અનેકગણી વધી રહી છે તેમજ સમગ્ર મહેસાણા જિલ્લામાં કડી ક્રાઈમ રેટમાં ઉચુ જતું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કડીના એક વિસ્તારમાં રાત્રિ દરમ્યાન સોસાયટી માં ઘરની પાસે પાર્ક કરેલું બાઈક માંથી ચોર પેટ્રોલની ચોરી કરતો હોય તેવો વીડિયો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જ્યારે ચોર બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતો હતો જે દરમ્યાન સ્થાનિકો જાગી જતા સ્થાનિકોએ બુમાબુમ કરતાં ચોર ભાગી છૂટ્યો હતો

— બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતો ફુટેજ સામે આવ્યો : 

કડી શહેરમાં આવેલ બાલાપીર ચોકડી પાસે આવેલ એક સોસાયટીમાં રાત્રિના બે વાગ્યાના અસરામાં તસ્કરો ચોરી કરવા માટે ત્રાટક્યા હતા ત્યારે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો આંટાફેરા મારતા હોય તેવું જોવા મળી રહ્યું હતું તેમજ ઘર પાસે પાર્ક કરેલી બાઈકમાંથી બાટલામાં પેટ્રોલ ચોરી કરતાં તસ્કરો પણ સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામ્યા હતા જ્યારે સોસાયટીના રહીશો જાગી જતાં રહીશોએ બુમાબુમ કરતા તસ્કરો ભાગી છુટયા હતા સ્થાનિકોએ કડી પોલીસને જાણ કરી હતી ઘટનાસ્થળે કડી પોલીસે આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી
હવે દિવાળીના તહેવારો આવી રહ્યાં છે અને શહેરમાં રહેતા લોકો ફરવા અથવા તો પોતાના ગામ તહેવારો મનાવવા જઈ રહ્યાં છે ત્યારે તસ્કરોના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ દ્વારા દિવાળીના તહેવારોમાં પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવે
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0