ગરવી તાકાત હિંમતનગર : ઇડરના ઝીંઝવા ગામનો 42 વર્ષિય યુવક સાબર ડેરી ખાતે આવ્યા બાદ ટીયરગેસનો શેલ પગ આગળ પડયા બાદ ચક્કર સહિતની સમસ્યા સર્જાતા નજીકની હોટલમાં એકાદ કલાક બેસાડી પરત ઘેર જવા દરમિયાન કાનપૂર ખાતે તબિયત વધુ લથડતાં સ્થાનિક તબીબને બતાવી ઇડર ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં મૃત જાહેર કરાયા હતાં સમગ્ર ઘટનાની વિગત આપતાં ઇડરના ઝીંઝવાના દેવેન્દ્રભાઇ પ્રભુભાઇ ચૌધરીએ જણાવ્યું.

કે તેમના નાના ભાઇ અશોકભાઇ ચૌધરી (42) સવારે દૂધના ભાવફેર મામલે બધા સાથે હિંમતનગર સાબરડેરીમાં ગયા અને બપોરે સ્થિતિ વણસ્યા બાદ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા તે પૈકી એક અશોકભાઇના પગ આગળ પડ્યો અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થયા બાદ ચક્કર આવતાં નજીકની હોટલમાં લઇ જઇ મોઢું ધોવડાવી જ્યુસ પીવડાવી બેસાડયા.

જેથી થોડો આરામ થતાં ઘેર જવા નીકળ્યા ચાર સાડા ચાર વાગ્યે કાનપુર પહોંચતાં ફરીથી સમસ્યા થતાં સ્થાનિક તબીબને બતાવતાં તેમણે બીપી લો થઇ ગયાનું અને ઇડર લઇ જવાનું કહેતા ઇડરની ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં મૃત જાહેર કરાયા. મૃતકનો પરિવાર મુંબઇ રહે અને અશોકભાઇ ખેતી માટે આ સિઝનમાં વતનમાં આવે છે દેવન્દ્રભાઇએ આક્રોશ ઠાલવ્યો કે અમારે ન્યાય જોઇએ છે પરિવારે દીકરો ખોયો અશોકભાઇના મોતના સમાચાર વાયરલ થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો.
