— કાચા-પાકા બાંધકામ તથા લારી ગલ્લા, ઓટલા સહિતના દબાણો દૂર કર્યા :
ગરવી તાકાત મહેસાણા : કડી નગરપાલિકા વિસ્તારમાં પાલિકાની પૂર્વ મંજુરી કે રજાચિઠ્ઠી વગર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોના દબાણોને હટાવવા આજ રોજ નગરપાલિકા તંત્ર દ્વારા સરકારી કામગીરીમાં કોઈ દખલગીરી કે શાંતિ સુલેહનો ભંગ ન થાય તે માટે પોલીસ કાફલાને સાથે રાખી સ્પેશ્યલ દબાણ ડ્રાઇવ ત્રણ દિવસ
ગોઠવવામાં આવી છે. . આ દબાણ હટાવ ઝુંબેશ પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોને જેસીબી મશીનની મદદથી દુર કરવામાં આવ્યા હતા
ગોઠવવામાં આવી છે. . આ દબાણ હટાવ ઝુંબેશ પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોને જેસીબી મશીનની મદદથી દુર કરવામાં આવ્યા હતાકડીમાં અનેક જગ્યાએ મુખ્ય માર્ગો પર લારિ ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરીને ટ્રાફીક ને અડચણ કરતા હોય છે. ત્યારે ત્રણ દિવસ સુધી દબાણ હટાવો ઝુંબેશ ચાલશે. શહેરમાં ટ્રાફિકને અડચણ કરતા ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લારી-ગલ્લાવાળા પર નગરપાલિકા એ તવાઈ બોલાવી છે.
કડી ના હાઇવે ચાર રસ્તાઓ ઉપર થી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શહેરનાં અલગ અલગ વિસ્તારમાં માં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. નગરપાલિકા દ્વારા શહેરની અંદર તથા જાહેરમાર્ગો ઉપર આવેલ લારી ગલ્લાવાળા તથા દુકાનદારો એ કરાયેલ દબાણો ને લઇન ને જેતે દુકાન માલિક કે લારી ગલ્લાવાળા ને નોટિસ દ્રારા અને લેખિત રજુઆત કરીને તેમને દબાણ હટાવવા માટે ની નોટિસ ફટકારવામાં આવી હતી પરંતું જેમને આ દબાણ હટાવવા માં નથી આવ્યા તેમની સામે કાર્યવાહી કરીને દબાણ માં આવતા તેને જે.સી.બી. મશીન વડે દૂર કરવામાં આવ્યું હતું
કડી માં અનેક વિસ્તારોમાં ટ્રાફીક ની સમસ્યાઓ માથાના દુઃખાવા સમાન બની ગઈ હતી. અને લોકો ખરીદી કરવા માટે આવતા લોકો ટ્રાફીક ને કારણે હેરાન પરેશાન જોવા મળતા હતા.અને લોકો અનેક રજુઆત પણ કરવામાં આવતી હતી પણ આડે ધડ વાહનો પાર્કિંગ કરવાના કારણે ટ્રાફીક ની લાંબી લાઈનો લાગતી હતી.હાઇવે ચાર રસ્તા, સિવિલ કોર્ટ, પીર બોરડી ધાર,પટેલ ભુવન, ગાંધી
ચોક, ભાગ્યોદય હોસ્પીટલ, સહિતના વિસ્તારોમાં પાલિકાના 60 જેટલા કર્મચારીઓ દ્ધારા જોડાઈ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
ચોક, ભાગ્યોદય હોસ્પીટલ, સહિતના વિસ્તારોમાં પાલિકાના 60 જેટલા કર્મચારીઓ દ્ધારા જોડાઈ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.— કડી પોલીસ સ્ટેશન કર્મચારીઓ ની ટીમ બંદોબસ્ત માં જોડાઇ :
કડી માં ત્રણ દિવસ સુધી દબાણ હટાવો ઝુંબેશ ચાલવાનું છે ત્યારે કડી નગરપાલિકા તંત્ર દ્વારા સરકારી કામગીરીમાં કોઈ દખલ ગિરિ કે શાંતિ સુલેહનો ભંગ ના થાય તે માટે કડી પોલિસ કાફલા ને સાથે રાખી સ્પેશ્યલ દબાણ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. અને કડી પોલિસ સ્ટેશન ના કર્મચારીઓ પણ આવા સમયે સતર્ક રહીને કામગીરી માં જોડાયા હતા. અને અમૂક વિસ્તાર માં દુકાન ના વેપારીઓ પોતાની જાતે જ દુકાન ની બહાર કરવામાં આવેલ દબાણ દૂર કરી નાખ્યાં હતાં. પણ ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વો માં ફફડાટ ફેલાઇ ગયો હતો અને ચિંતા માં મુકાઈ ગયા હતા.
— કડી નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલ દબાણ યથાવત રહેશે કે પછી થોડાં દિવસો માટે :- લોકોમાં ચર્ચાનો વિષય બન્યો :
કડી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ દબાણો દૂર કરવાની કામગીરી સરાહનિય છે. શહેર ની અંદર ટ્રાફીક ની સમસ્યાઓ દિન પ્રતિ દિન ખૂબજ મોટા પ્રમાણ વધી રહી હતી અને લોકો જ્યાં મનફાવે ત્યાં વાહનો પાર્કિંગ કરતા જોવા મળી રહ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં દુકાન તથા લારી ગલ્લાવાળાઓ જ્યાં દબાણ કરી ને પોતાનો અડિંગો જમાવી ને બેઠા હતા તેને આજે નગરપાલીકા દ્વારા દૂર કરવામાં આવી થયા છે ત્યારે લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે કે આ જે અત્યારે કડી શહેરમાં દબાણો દૂર કરીને જગ્યાઓ કરવામાં આવે છે તે આવનારા સમય માટે ચોક્કસ પણે રહશે કે પછી આ દબાણ થોડાં દીવસ ચલાવી ને પોતાની કામગીરી બતાવશે તે જોવા નું રહી ગયું છે આ દબાણ દૂર કરેલ જગ્યાઓ રહશે કે પછી ફરથી થોડા સમય બાદ લારી ગલ્લા વાળાઓ પોતાનો અડિંગો જમાવી ને બેસી જશે તે હવે લોક મુખે ચર્ચા જોવા મળી રહી છે અને સમગ્ર શહેરમાં ચર્ચા નો વિષય બન્યો છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી