ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા RTOએ ટ્રાફિક નિયમોનો ભંગ કરી તેમજ નશીલા પદાર્થોનું સેવન કરી વાહન ચલાવતા 115 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમજ ત્રણ માસ દરમિયાન વાહન ચેકિંગમાં 6,151 ચલણો આપી રૂપિયા 2.49 કરોડ દંડ ફટકારવામાં આવ્યો.

RTO દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં એપ્રિલ, મે અને જૂન આ ત્રણ મહિના દરમિયાન RTO વિભાગ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી.

જેમાં નિયમો વિરુદ્ધ વાહન ચલાવતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય તેમજ હેલ્મેટ કે સીટબેલ્ટ વગર વાહન ચલાવતા હોય તેમજ અકસ્માતો કરેલા હોય તેવા 115 જેટલા વાહન ચાલકોના લાઇસન્સો સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઉપરાંત ત્રણ મહિના દરમિયાન વાહન ચેકિંગમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 6,151 ચલણ આપી રૂપિયા 2.49 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો.


