બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય અશ્ચિન સકસેનાનો અલ્પ કાલીન વિસ્તારક તરીકે માલણ પ્રવાસ યથાવત

શેર કરવા અહીં ક્લિક કરો.

— માલણના દરેક સમાજના આગેવાનોને મળી તેમની રજુઆતો અને પ્રશ્નોને સાંભળ્યા :

ગરવી તાકાત પાલનપુર :  બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અશ્ચિન સકસેના અલ્પ કાલીન વિસ્તારક તરીકે માલણ મુકામે બુથનું ૬૧ માં બુથ અધ્યક્ષ ના કરશનભાઈ મકવાણા ના ઘરે મુલાકાત તથા વાલ્મીકી સમાજના મહેલ્લામાં બેઠક કરી માન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની ૮ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ યોજના થકી ગરીબ લાભાર્થીઓને સૌનો સાથ થકી સૌનો વિકાસ થયો છે.
જેમાં સૌના વિશ્વાસથી આજે દેશ સૌના પ્રયાશ થકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક લાભો પ્રાપ્ત થયાં છે. જેમાં પાલનપુર તાલુકા અ.જા. મોર્ચો મહામંત્રી નરેશભાઈ કરેણ, ડેપ્યુટી સરપંચ રાજેન્દ્રસિહ, કરશનભાઈ જેઠાભાઈ મકવાણા, ભીખાભાઈ મકવાણા, રણછોડભાઇ મકવાણા , દિપકભાઈ મકવાણા, મફાભાઈ, દિનેશભાઈ મકવાણા, જીગ્નેશભાઈ, મહેશભાઈ, ભાવેશભાઈ જયંતીભાઈ તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બુથનં. ૬૧ માં બુથ અધ્યક્ષ ૫રેશભાઈ નાઈ ના ઘરે મુલાકાત તથા નાઈ સમાજના મહેલ્લામાં બેઠક કરી હતી.
જેમાં સૌના વિશ્વાસ થી આજે દેશ સૌના પ્રયાશ થકી વિશ્વ ગુરૂ બનશે તેવું પ્રજાજનો ને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેમાં પાલનપુર તાલુકા અ.જા. મોર્ચો મહામંત્રી નરેશભાઈ કરેણ, ડેપ્યુટી સરપંચશ્રી રાજેન્દ્રસિહ તેમજ સમાજના પરેશકુમાર એસ. નાઈ, ગોવિંદભાઇ નાઈ, સંકેતકુમાર, કાનજીભાઇ, શંકરભાઈ, અશોકભાઈ, નવિનભાઇ નાઇ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.