મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા આરુષ આઇકોન ફલેટ નીચે બાઇક પાર્ક કર્ય હતું
બાઇકના માલિકે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહનચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – મહેસાણા શહેરમા અવારનવાર વાહન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વાહન ચોરીની ઘટના મહેસાણામા આવેલા રાધનપુર રોડના પર આરુષ આઇકોન ખાતેથી બાઈક ચોરીની ઘટના સામે આવતા અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાઇ છે. વાહનચોરી કરનાર શખ્સોને ચોરીના વાહનો સાથે રોજબરોજ ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આમ છતાં વાહનચોર ઇસમો વાહનચોરીનો સીલસીલો યથાવત જ રાખ્યોં છે. માંડ માંડ હપ્તા ભરી ટુ વ્હીલર ખરીદતાં સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકોના પણ વાહનો ચોરી કરવામાં વાહનચોર ઇસમ પાછુ વળીને જોતાં નથી કે કેટલી મહેનત કરીને વાહન માલિકે આ ટુ વ્હીલર વસાવ્યું હશે.
મહેસાણા શહેરમાં આવેલા રાધનપુર રોડ પર આવેલ આરુષ આઇકોન ફ્લેટમાં રહેતા નવિન કુમાર ઝા 4 ઓગસ્ટ ના રોજ રાત્રીના અઅગિયાર કલાકે પોતાના ફ્લેટ નીચેના પાર્કિગમાં UP11BS9040 બાઈક પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. સમગ્ર કેસમાં સવારે ફરિયાદી પોતાના ફ્લેટ નીચે રહેલ બાઈક લેવા જતા બાઈક જોવા મળ્યું નહોતું. સમગ્ર કેસમાં બાઇકની તપાસ કરતા આસપાસના વિસ્તારોમાં બાઈક મળી આવ્યું નહોતું આ દરમિયાન તેઓએ મહેસાણા તાલુકા પોલીસમાં 50 હજારના બાઈક ચોરી અંગે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાઇ હતી.