24 વિધાનસભા કડીના કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ કણજરી ગામના વતની પ્રવિણ પરમારને જાહેર કરાયા

November 7, 2022
ગરવી તાકાત મહેસાણા : 2022 ગુજરાત વિધાનસભા ની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા ગુરૂવારના દિવસે જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે જે અંતર્ગત વિવિધ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે અને 43 ઉમેદવારો કોંગ્રેસ દ્વારા શુક્રવારે સમી સાંજે જાહેર કરવામાં આવ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 24 વિધાનસભા કડી ના ઉમેદવાર તરીકે કડી તાલુકાના કણજરી ગામના વતની અને એડવોકેટ પ્રવિણ પરમારને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા કોંગ્રે સના કાર્યકર્તાઓમાં હર્ષનું મોજુ ફરી વળ્યુ હતુ એડવોકેટ પ્રવીણ પરમાર કે જેઓ કડી તાલુકાના કણજરી ગામના વતની છે અને તેમનો વ્યવસાય એડવોકેટ છે
જેઓ કણજરી ગામના 1997 થી 2002 સરપંચ રહી ચુક્યા છે.અને તેમનો  જન્મ.1 જૂન 1970,વતન:કડી તાલુકાનું કણજરી ગામ,અભ્યાસ;બી.કૉમ એલ.એલ.બી ,2007 થી કૉન્ગ્રેસમાં સક્રિય,2007-2009 યૂથ કોંગ્રેસ મંત્રી કડી તાલુકો,2012મા નિરીક્ષક બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ( S.C સેલ),2012-14 વાઈસ ચેરમેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ(S.C સેલ),2015-20 મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય અને ચેરમેન સિંચાઈ સમિતિ મહેસાણા જિલ્લા પંચાયત ,2015 થી પ્રવક્તા મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ.

— 22 ની ઉંમરે સરપંચ બન્યા હતા :

24 વિધાનસભા કડી ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી કડી તાલુકાના કણજરી ગામના વતની પ્રવિણ પરમારને ગત રાત્રિએ જાહેર કરવામાં આવ્યાં હતાં જેઓ કડી તાલુકાના કણજરી ગામના વતની છે અને પોતાનો વ્યવસાય એડવોકેટ છે. જેઓ 22 વરસની ઉંમરે જ પોતાના ગામના સરપંચ બન્યા હતા તેમણે  સાથે વાત ચીત  કરતા જાણવાં મળ્યું હતું કે તેઓએ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો હતો અને કૉન્ગ્રેસનો પ્રથમ મુદ્દો કે મોંઘવારી તેમજ ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણનો અભાવ તેમજ પ્રાથમિક શાળાઓ બંધ ના થાય કોન્ટ્રાકટના નામે નોકરિયાતોનું શોષણ થઈ રહ્યું છે કોન્ટ્રાકટ પધ્ધતિ બંધ કરવામાં આવશે અને પશુપાલકોને દૂધના ભાવમાં કૉન્ગ્રેસ સરકાર બનશે તો 5 રૂપિયા સબસીડી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0