સગીરા પર દૂષ્કર્મના ગુનાના દોષિત આરોપીને આજીવન કેદની સજા

March 24, 2022

— મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટનો આદેશ :

— 3 વર્ષ અગાઉ કાનપુરાના પરિણીત યુવકે સગીરાને ભગાડી જઈ અવારનવાર દૂષ્કર્મ આચર્યું હતુ :

— જોટાણાના કાનપુરાનો શખ્સ સગીરાને સ્કૂલમાંથી ભગાડી ગયો હતો :

ગરવી તાકાત મહેસાણા : ત્રણ વર્ષ અગાઉ જોટાણા તાલુકાની એક સ્કૂલમાં ધોરણ 10માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલમાંથી લલચાવી ફોસલાવી ભગાડી જઇ જુદા જુદા સ્થળે લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાના બહુચર્ચિત કેસમાં મહેસાણાની સ્પે.પોક્સો કોર્ટે જોટાણા તાલુકાના કાનપુરા ગામના આરોપીને આજીવન કેદની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. તેમજ પીડિતાને રૂ.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

આજથી ત્રણ વર્ષ અગાઉ 26 ડિસેમ્બર 2018ના રોજ સ્કૂલમાંથી ધોરણ 10માં ભણતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી જોટાણા તાલુકાના કાનપુરા ગામનો વિષ્ણુજી લક્ષ્મણજી ઠાકોર ભગાડી ગયો હતો અને અમદાવાદના કુબેરનગર, ભાવનગર, ડાકોર તથા ઝારોલા વગેરે ગામે લઇ ગયો હતો. જ્યાં તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકની ચુંગાલમાંથી છૂટ્યા બાદ આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.

જે કેસ જજ એ.એલ. વ્યાસની સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ રેખાબેન જોશીએ કુલ 15 સાહેદો તપાસ્યા હતા. કોર્ટે ભોગ બનનારની જુબાની, મેડિકલ ઓફિસર સહિત અન્ય સાહેદોની જુબાની ગ્રાહ્ય રાખી આરોપી વિષ્ણુજી ઠાકોરને આજીવન કેદની સજા અને રૂ.10 હજાર દંડ તેમજ ભોગ બનનારને રૂ. દોઢ લાખ વળતરનો હુકમ કર્યો હતો. સજાની સુનાવણીમાં સરકારી વકીલે સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી.ચુકાદાના પગલે કોર્ટ રૂમમાં સોંપો પડી ગયો હતો.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0