અભિષેક બચ્ચન ઈજાગ્રસ્ત થતાં બીગ બી લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા !

શેર કરવા અહીં ક્લિક કરો.

બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, દીકરી શ્વેતા નંદા સાથે મુંબઇના લીલાવતી હોસ્પિટલ બહાર સ્પોટ થયા હતા. ફેન્સ હવે અમિતાભની તબિયતને લઇને ક્યાસ લગાવી રહ્યાં છે. રિપોર્ટનું જાે માનીએ તો અમિતાભ અને શ્વેતા અભિષેકને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. કેટલાક લોકોનું માનવું હતું કે અમિતાભ રુટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા પરંતુ અભિષેક બચ્ચનને ઇજા થઇ હતી જેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઇજા કેવી રીતે થઇ તે સામે આવ્યું નથી પરંતુ આ ઇજા ગંભીર છે કે નહી તેની જાણકારી મળી શકી નથી.

આ પણ વાંચો  – પોર્નોગાફી : શમીતા શેટ્ટી જીજા અને બહેનની સપોર્ટમાં આવી, ઈન્સ્ટા પર કરી પોસ્ટ

પેપરાઝી વિરલ ભયાણીએ જે તસવીર શૅર કરી છે, તેમાં દેખાઇ રહ્યું છે કે અમિતાભ બચ્ચન અને શ્વેતા બચ્ચન પોતાની કારમાં બેઠેલા છે અને તે થોડા પરેશાન છે. તેમણે સફેદ રંગની હુડી પહેરેલી છે. માથા પર રુમાલ બાંધેલો છે. વિરલે પોતાની પોસ્ટમાં સંભાવના જતાવી છે કે અભિષેકની આંગળીઓ પર ઇજા થઇ છે.

અભિષેકને આ ઇજા રવિવારે થઇ છે જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ અભિતાભ અને શ્વેતા તેને મળવા પહોંચ્યા હતા. જાે કે લોકોએ સંભાવના જતાવી હતી કે અમિતાભ રુટિન ચેક-અપ માટે ત્યાં ગયા છે કારણકે તેઓ લિલાવતી હોસ્પિટલમાં ચેક-અપ કરાવવા માટે જાય છે. વર્કફ્રન્ટની જાે વાત કરવામાં આવે તો અમિતાભની ફિલ્મ ચહેરે આવતા અઠવાડીયે રિલીઝ થાય છે. જેમાં ઇમરાન હાશ્મી અને ક્રિસ્ટલ ડિસોઝા તેમજ રિયા ચક્રવર્તી પણ જાેવા મળશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.