પોર્નોગાફી : શમીતા શેટ્ટી જીજા અને બહેનની સપોર્ટમાં આવી, ઈન્સ્ટા પર કરી પોસ્ટ

શેર કરવા અહીં ક્લિક કરો.

પોર્નોગ્રાફી કેસ મુદ્દે રાજ કુંદ્રા બાદ શંકાની સોય શિલ્પા તરફ વળ્યો છે ત્યારે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી બહેન-જીજાના સપોર્ટમાં આવી છે.રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસ મુદ્દે થયેલ ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીના નામ-કેરિયર પર નેગેટીવ અસર થઇ છે. રાજ વિરુદ્ધ અનેક ખુલાસાઓ બાદ હવે શિલ્પા શેટ્ટી પર શંકા થઇ રહી છે. આ સમગ્ર મુદ્દે શમિતા શેટ્ટી પોતાની બહેનના સર્પોટમાં આવી છે. શમિતાએ રાજ અને શિલ્પાના સપોર્ટમાં એક નોટ શૅર કરી છે.

શમિતા શેટ્ટીએ પોતાના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની એક તસવીર શૅર કરી છે જેનાં કેપ્શનમાં એક ખાસ નોટ લખી છે.તેણે લખ્યું છે કે “ક્યારેક-ક્યારેક તમારા અંદરની શકિત એક વિશાળ અગ્નિની જ્વાળા સમાન નથી હોતી, જેને સૌ જાેઇ શકે. આ એક નાનકડો તણખલો છે. તમને આ મળી ગઇ છે, આગળ વધતા રહો.

તેણે પોતાની નોટમાં આગળ લખ્યું કે તમારી એનર્જીને લોકો કઇ રીતે લે છે તેને તમે કંટ્રોલ નથી કરી શકતાં. તમે જે કંઇ પણ કહો છો કે કરો છો, એ લોકોના લેન્સથી ફિલ્ટર થઇ જાય છે, જે પર્સનલ મુદ્દાઓ પરથી તે સમયે તેઓ પસાર થતા હોય છે જે તમારા હાથમાં નથી. બસ પોતાના કામને જેટલું થઇ શકે તેટલું ઇમાનદારી અને પ્રેમથી કરતા રહો. જાેકે શમિતાએ પોતાની આ પોસ્ટમાં રાજ કે શિલ્પાને ટેગ નથી કર્યા. તેથી એવું માની શકાય કે પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલ રાજ અને શિલ્પાના સપોર્ટમાં શમિતાએ આ ખાસ પોસ્ટ કરી હશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.