બાલારામના જંગલમાં પિતા સાથે બકરા ચરાવવા ગયેલ સગીરાનું અપરહણ

April 11, 2022

— છરીની અણી સગીરાને લઈને જતો રહ્યો :

— અજાણ્યા યુવકે વૃદ્ધ પર ધોકા વડે હુમલો કર્યો ત્યારબાદ સગીરાને જંગલ તરફ ભગાડી ગયો :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના બાલારામ નજીકના જંગલમાં પિતા સાથે બકરા ચરાવતી સગીરાનું એક અજાણ્યા યુવકે છરીની અણીએ અપહરણ કર્યું હોવાનું ઘટના પોલીસ થાણે નોંધાઈ છે જેમાં સગીરાનું અપહરણ કરનાર યુવકે સગીરાના પિતાને ધોકા વડે માર મારી તેમને બેભાન કરી સગીરાને ભગાડી ગયો હતો.

પાલનપુર તાલુકાના ઉકરડા ગામના ૬૦ વર્ષીય વૃદ્ધ સોમાભાઈ બધાભાઈ માજીરાણા તેમની ૧૬ વર્ષની સગીર પુત્રી સાથે બાલારામ જંગલમાં બકરા ચરાવવા ગયા હતા જ્યાં સાંજના સમયે એક પચીસ વર્ષનો દાઢી મૂછ ધારી યુવક આવીને સોમાભાઈના પેટ પર છરી ભરાવી તેમના પાસે રહેલ ધોકો ઝૂંટવી માથા તેમજ પગના ભાગે ધોકા વડે માર મારતા વૃદ્ધ બેભાન થઇ જમીન પર ઢળી પડતા અજાણ્યો યુવક સગીરાને જંગલ તરફ ભગાડી ગયો હતો.

જોકે ભણમાં આવ્યા બાદમાં સગીરાની જંગલ માં શોધખોળ કરવામાં આવતા ધારામાતાના મંદિર તરફ એક સળગાવેલી હાલતમાં એક્ટિવા જોવા મળ્યું હતું પરતું સગીરાની કોઈ ભાળ ન મળતા આ મામલે સોમાભાઈ માજીરાણા એ પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા યુવક વિરુદ્ધ પોતાની સગીર પુત્રીનું જાર કર્મ કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધવતા પોલીસે અપહુર્ત સગીરાની શોધખોળ હાથ ઘરી છે.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0