ખોડા ચેકપોસ્ટ ઉપરથી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયુ

November 19, 2022
— થરાદ પોલીસે 18.લાખથી વધુ ના મુદ્દામાલ સાથે એક આરોપીને કર્યો જેલ હવાલે :
— વિધાનસભાની ચૂંટણી ને લઈને થરાદ પોલીસ એક્શન મોડમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂના જથ્થા નો કર્યો પર્દાફાશ…થરાદ પોલીસ ને મળી મોટી સભળતા :
ગરવી તાકાત થરાદ :  વિધાનસભાની ચૂંટણીઓ આવતા ની સાથે જ બુટલેગરો દ્વારા એનકેન પ્રકારે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોય છે ત્યારે પોલીસ પણ એટલીજ  કડકાઇથી કોઈ પણ ભોગે વિદેશી દારૂ ગુજરાત માં ના ઘૂસે તેના માટે અલગ અલગ વિસ્તારમાં પોલીસ ચેકપોસ્ટ ઉભી કરી ઝીણવટ ભરી તપાસ કરતા હોય છે ત્યારે ગતરોજ થરાદના ખોડા પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સ્ટાફે વિદેશી દારૂ ભરીને આવેલ ટેન્કર ઝડપી પાડી  18 લાખથી વધુના મુદામાલ સાથે એક ઇસમને જેલ હવાલે કર્યો હતો.
વિધાનસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોય, એસ.એમ.વારોતરીયા,નાયબપોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ, આંતર રાજ્ય ખોડા બોર્ડર પોલીસ ચેક્પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટેન્કર નં.GJ-12-BV-9781માંથી દારૂનો જથ્થો પકડી પાડેલ.જે દારૂનો જથ્થો ગેર કાયદેસર રીતે અને વગર પાસ પરમીટનો હોઈ જેની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૩૦, કુલ બોટલ નંગ-૨૭૬૦, કુલ કિ.રૂ.૮,૨૮,૮૪૦/-નો દારૂ તથા અન્ય ગાડી સહિતનો કુલ કિ.રૂા.૧૮,૩૩,૮૪૦/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.
જે ટ્રક ગાડીના ચાલક કવરારામ ખેતારામ થોરી(જાટ) રહે.થોરીઓ કા તલા, કોનરા તા.ચૌહટન જિ.બાડમેર રાજસ્થાનવાળા તથા દારૂ ભરાવનાર નારાયણ જાટ રહે.રામજી ગોળ રાજસ્થાન વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરનીકાર્યવાહી કરેલ છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી  – થરાદ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0