ઊંઝા હાઈવે પર નાગડેરી ફેક્ટરી પાસે ચાલતા હાઈટેક જુગારધામ પર પોલીસનો સપાટો

September 21, 2026

કોઈનથી જુગાર રમાડતા સંચાલક સહિત ૨૪ ઝડપાયા, રૂ. ૫.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત

ગરવી તાકાત ઃ 21-9-2026

ઊંઝામાં અમદાવાદ-પાલનપુર હાઈવે પર આવેલી નાગડેરી ફેક્ટરી પાસે ખુલ્લી જગ્યામાં ધમધમતા મોટા જુગારધામ પર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાલ આંખ કરી છે. ઊંઝા પોલીસ, પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસઓજી શાખાએ બાતમીના આધારે સંયુક્ત દરોડો પાડી જુગાર રમતા અને રમાડતા મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૨૪ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઊંઝાના લુહાર ચકલા ખાતે રહેતો રૂષિકેશ જયપ્રકાશ પંચાલ અંગત આર્થિક ફાયદા માટે બહારથી લોકોને એકઠા કરી આ જુગારધામ ચલાવતો હતો. આ અડ્ડા પર રોકડ રકમની સીધી લેવડદેવડ કરવાને બદલે પકડાઈ જવાના ડરથી રૂ. ૧૦૦૦, રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦ની કિંમતના પ્લાસ્ટિક તેમજ ધાતુના કોઈન ટોકન તરીકે આપીને જુગાર રમાડવામાં આવતો હતો, અને રમત પૂરી થયા બાદ અંતે નાણાંનો હિસાબ ચૂકવાતો હતો.

દરોડા દરમિયાન પોલીસે મુખ્ય સંચાલક રૂષિકેશ પંચાલ ઉપરાંત વિરેન્દ્રકુમાર તેજેન્દ્રકુમાર જાની, ભાવેશકુમાર રમણભાઇ પ્રજાપતી, પિયુશકુમાર અમરતલાલ પટેલ, દેવાન્શુ મહેશભાઇ નાયી, જયંતીભાઇ વીરચંદભાઇ પટેલ, જયકુમાર સચીનભાઇ પટેલ, હાર્દિકકુમાર દીપકભાઇ પટેલ, સુનિલકુમાર શ્રીચંદ જૈન, આદર્શકુમાર અશ્નિનભાઇ પટેલ, અલ્પેશસિંહ રધુભાઇ સોલંકી, કરણસિંહ રામભા વાધેલા, રમેશભાઇ બાબુલાલ ઠાકોર, જૈનમ વિજયભાઇ રાવળ, નીલ અમરતભાઇ રાયગર, રોનકજી અમરતજી ઠાકોર, નરસિંહભાઇ ફતાજી વણજારા, વિષ્ણુભાઇ જયંતિભાઇ પ્રજાપતિ, લખનસિંહ અનુપસિંહ ગોહીલ, પીન્ટુભાઇ અરવિંદભાઇ પટેલ, દર્શન અશ્વીનકુમાર પટેલ, શીવ રાજેશભાઇ પટેલ, પ્રિન્સકુમાર સંજયકુમાર પટેલ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર સહિત કુલ ૨૪ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો ઊંઝા, વિજાપુર, મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા પંથકના હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૪,૬૪૦, રૂ. ૮૧,૮૦૦ ની કિંમતના ૨૭૪ નંગ પ્લાસ્ટિક-ધાતુના કોઈન, રૂ. ૨,૯૯,૦૦૦ ની કિંમતના ૧૪ નંગ મોબાઈલ ફોન, રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનું એક એક્ટિવા, રૂ. ૨,૦૦,૦૦૦ ની કિંમતની એક ફોર-વ્હીલર ગાડી અને ગંજીપત્તા મળીને કુલ રૂ. ૫,૯૫,૪૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ઊંઝા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0