પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક સમાન ભરેલું ટ્રેલર ખાડામાં ખાબકતા અફરા તફરી

August 3, 2022
ગરવી તાકાત અંબાજી : અંબાજી નજીક આવેલા શિતલા માતા મંદિર આગળ રોડ પર ટ્રેલર પલટી મારતા રોડ ની સાઈડે ૩૦ ફૂટના ખાડામાં પડ્યું હતુ. હિંમતનગરથી હરિયાણા જતા ટ્રેલરને અંબાજીમાં અકસ્માત થયો હતો. હિંમતનગરથી ટાઇલ્સ ભરેલ ટ્રેલર જે હરિયાણા જવાનું હતુ.
તે અંબાજી નજીક શિતળા માતા મંદિર પાસે ટ્રેલર ચાલક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રાત્રે ૩ વાગે અંબાજી નજીક રોડ પર પલટી મારતા ૩૦ ફૂટ ખાડામાં પડ્યું હતુ. અકસ્માત થયેલુ ટ્રેલર તૂટી ભાગ્યું હતું. જ્યારે ટ્રેલર ચાલક અને તેમના સાથીનો આબાદ બચાવ થયો હતો. અંબાજી નજીક આવેલા શીતળા માતા નજીક થયેલા ટ્રેલર અકસ્માતમાં ટ્રેલર અને માલ સમાન પૂર્ણ  ક્ષતિગ્રસ્ત થયો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0