— ભાદરવી પૂનમ પદયાત્રાળું માટે જલારામ બાપા મંદિરે સેવા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું :
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ જલારામ મંદિર આજ રોજ ભાદરવી પૂનમે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.હતું જેમાં ચા નાસ્તો ભોજન પ્રશાદ. રાત્રી વિશામો મેડિકલ દવાઓ નો સેવા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવદરબાર મહંત 1008 બળદેવનાથ બાપુ ના હસ્તે મંત્રો ઉચ્ચાર દ્વારા આરતી પૂજા કરી સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં કાંકરેજના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તસિંહ વાઘેલા, થરા નગરપાલિકા પ્રમુખશ્રી પૃથ્વીરાજ સિંહ વાઘેલા, કાંકરેજ મામલતદાર, બી.જે દરજી, કાંકરેજ ટી ડી ઓ, થરા એપિએમસી ચેરમેન અણદાભાઈ પટેલ,, અનુભા વાઘેલા, સુખદેવ સિંહ સોઢા, ઈશ્વરભાઈ પટેલ, ભારતસિંહ ભટેસરિયા, નિરાભાઈ સોની,વગેરે ઉપસ્થિત રહેલ
છેલ્લા 12 વર્ષ થી અંબાજી જતા યાત્રિકો માટે અહીં જલારામ મંદિર માં ભાવિ ભક્તો માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારી ના બે વર્ષ બાદ ફરી સેવા કેમ્પ ચાલુ કરવામાં આવેલ અહીં જલારામ મંદિર માં બંને ટાઈમ અનાથઃ તેમજ વૃધો માટે બન્ને ટાઈમ ટિફિન ની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ થરા રેફરલ હોસ્પિટલ માં ડીલેવરી બહેનો માટે ચોખ્ખા ઘી નો શિરો અને મગ આપવામાં આવે છે. આવી સુંદર સેવા જલારામ મંદિરના ટ્રસ્ટી ઓ અચરતલાલ ઠક્કર, વિજય ભાઈ ટેસ્ટી, નિરંજન ઠક્કર, અરવિંદભાઈ લાટી,કનુભાઈ ઠક્કર, રાજુ લાટી,,વગેરે સેવાકીય કામગીરી કરી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ