ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં 7 મેના રોજ “ગૌ સન્માન દિન” નિમિત્તે એક રેલી યોજાઈ ગણેશપુરા વિશ્વકર્મા મંદિરથી મામલતદાર કચેરી સુધી આ “ગૌ સન્માન આહવાન અભિયાન રેલી” યોજવામાં આવી આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, યુવાનો, મહિલાઓ અને સામાજિક હિન્દુ સંગઠનો જોડાયા રેલી દરમિયાન ગૌરક્ષા સંબંધિત બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાની સેવા, સંવર્ધન અને ગૌહત્યાબંધી અંગે જનજાગૃતિ ફેલાવવાનો.

ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મોડાસા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું આ આવેદનપત્રમાં ભારતમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા, ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માનિત પદ આપવા, ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદો લાગુ કરવા અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવાની માંગણી કરવામાં આવી આ ઉદ્દેશ્ય સાથે મોડાસા તાલુકાના 7600 થી વધુ લોકોએ હસ્તાક્ષર કરીને રાજ્યપાલ, મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પ્રાર્થનાપત્ર પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

અરવલ્લી જિલ્લાના આઠ તાલુકા સહિત ભારતભરમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું ગૌ સંરક્ષણને માત્ર ધાર્મિક લાગણી જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવ્યું મોડાસા શહેરમાં યોજાયેલી આ રેલીએ લોકોમાં ગૌસેવા પ્રત્યે જાગૃતિ અને સંસ્કૃતિના રક્ષણનો સંદેશ ફેલાવ્યો.


