પાટણની ધારપુર હોસ્પિટલનાં કેદી વોર્ડનાં શૌચાલયની બારી તોડી નાસેલા કેદીને એક વર્ષની સજા…

November 11, 2025

ગરવી તાકાત પાટણ : પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલનાં લોકઅપમાં આવેલા શૌચાલયમાં આવેલા વેન્ટીલેટર તોડી નાંખીને બારીમાંથી પોલીસની કાયદેસરની કસ્ટડીમાંથી પોલીસને થાપ આપીને તા. 2-6-2019 નાં રોજ રાત્રેના સુમારે નાસી છૂટેલા આરોપી વિષ્ણુજી ભગવાનજી ઠાકોર (ઉ.વ. ૨૧) રે. જાખેલ, તા. સમીને પાટણની જ્યુડિસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ દોષિત ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી જયારે આ કેસનાં અન્ય ચાર પોલીસ કર્મચારીઓ એએસઆઈ અનિલભાઈ, રમેશભાઈ, કરણસિંહ તથા સતિષભાઈને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો આદેશ આપ્યો આ કેસમાં સરકારી વકીલ કે.સી. વકીલ તથા છોડી મૂકેલા આરોપીઓના વકીલ આર.એસ. વણકરે રજૂઆત કરી.

સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીને 10 વર્ષ સખત કેદની સજા | Accused  sentenced to 10 years rigorous imprisonment for raping Sagira - Gujarat  Samachar

સરકારી વકીલે રજૂઆત કરી કે, આરોપીનો ગુનો ગંભીર ગુના અને ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હોય કાયદામાં જણાવ્યા મુજબની પૂરેપૂરી સજા કરવા દલીલ કરી પાટણની કોર્ટે બંને પક્ષોની રજૂઆતો ધ્યાને લઈને પોતાનાં 31 પાનાનાં ચૂકાદામાં જણાવ્યું કે, આરોપી વિષ્ણુજી ઉપર આક્ષેપાયેલ સજાની જોગવાઇ તેમજ ફરીયાદ હકીકત તેમજ ક્રિમીનલોજીનાં સિધ્ધાંતો ધ્યાને લેતાં આરોપી દ્વારા પોતાની કાયદેસરની કસ્ટડીમાંથી ઇરાદપૂર્વક પ્રયત્ન કર્યો અને ભાગી ગયેલ જે અંગે રેકર્ડ ઉપર સ્પષ્ટ પૂરાવો ત્યારે આવા ગંભીર ગુના સબબ પ્રોબેશનનો લાભ આપવો પણ ઉચિત જણાતો નથી તથા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે તે સંજોગોમાં આરોપીને પ્રોબેશનનો લાભ આપીને છોડી મૂકવામાં આવે તો સમાજમાં તેમજ કસ્ટડીમાં રહેલ કેદીઓમાં ખોટો સંદેશ જાય.

In the Patan court campus, the complainant demanded papers and checks and  threatened them, a crime was registered against two persons | ધમકી આપ્યાની  ફરિયાદ: પાટણ કોર્ટ કેમ્પસમાં ફરિયાદી પાસે કાગળો અને

આ કેસની વિગતો એવી કે, આરોપી વિષ્ણુજી પાટણની સબજેલમાં હતો ત્યારે તેને ચક્કર આવતા હોવાની તથા અન્ય બિમારીની ફરીયાદને કારણે પોલીસ જાપ્તા સાથે પાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે લઇ જવાયા બાદ તે હોસ્પિટલનાં કેદીવોર્ડનાં સંડાસની બારી તોડીને નાસી ગયો આરોપી પાટણ એલસીબીનાં કોઇ કેસમાં બનાવ વખતે સબજેલમાં હતો તે ભાગી છૂટતાં તેની તથા તેની સાથેનાં પોલીસ કર્મચારીઓ સામે આઇપીસી ૨૦૨૩/૨૨૪/૧૧૪ મુજબનો ગુનો નોંધાયો આરોપીને આઇપીસી ૨૨૪ અંતર્ગત એક વર્ષની સજા ફટકારી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0