કડી પોલીસ સ્ટેશને રામનવમી નિમિત્તે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

April 9, 2022

— કડી પોલીસ સ્ટેશન ના પી.આઇ ડી.બી. ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ યોજાઈ :

ગરવી તાકાત મહેસાણા : કડી  નગરમાં રામનવમીની શોભાયાત્રાની ધામ ધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. 10 એપ્રિલ 2022 રવિવારને બપોરે 3: 00 કલાકે  ગાયત્રી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે. ત્યારે કડી પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ ડી.બી. ગોસ્વામી  ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

— રામ નવમી ની શોભાયાત્રા માં અનિચ્છનીય બનાવ ના બને તે માટે કડી પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી :

આ મિટિંગમાં કડી શહેર  ના હિન્દુ સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર રામનવમીનો તહેવાર શાંતિપૂર્વક અને ભાઈચારાથી યોજાય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌ સમાજના નાગરિકોએ રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે અને ભાઈચારાથી યોજાય તે માટે એકબીજાને મદદરૂપ થવા ખાતરી આપી હતી. અને તમામ સમાજના આગેવાનો શાંતિ સમિતિની મીટીંગ માં ઉપસ્થિત રહ્યા હતા.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0