વડનગર શહેરમાં અનેક પૌરાણિક અવશેષો આજે પણ સચવાયેલા છે, જે વડનગરના ગૌરવપુર્ણ ઇતિહાસને ઉજાગર કરે છે
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – મહેસાણા જિલ્લા સ્થિત વડનગર શહેર અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ભારત સહિત દુનિયાના પ્રાચીનતમ નગરોમાં જેની ગણના થાય છે. તેવા વડનગર શહેરમાં અનેક પૌરાણિક અવશેષો આજે પણ સચવાયેલા છે, જે વડનગરના ગૌરવપુર્ણ ઇતિહાસને ઉજાગર કરે છે. વડનગર શહેરના આ ઐતિહાસિક પાસાથી દેશ અને દુનિયાને માહિતાગાર કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ અનંત અનાદિ વડનગર ડિસ્કવરી ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

વડનગર શહેરની જનતા સુપેરે પરિચિત થાય તે હેતુથી વડનગર શહેરના વિવિધ સ્થળોએ ડિસ્કવરી ચેનલની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળવાનો લાઇવ કાર્યક્રમ રાખવામં રાખવામાં આવ્યો છે. ડિસ્કવરી ચેનલ પર પ્રસારીત થનાર “અનંત અનાદિ વડનગર”નો મુખ્ય કાર્યક્રમ તાનારીરી ગ્રાઉન્ડ અને શર્મિષ્ઠા તળાવ-એમ્ફી થિયેટર, હાટકેશ્વર મહાદેવ મંદિર, વડબારા પરા વિસ્તાર,બી.એન.હાઇસ્કુલ ગ્રાઉન્ડ કીર્તિ તોરણ, અમરથોળ દરવાજા મ્યુઝિમય અને પ્રેરણા સ્કુલ ખાતે કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ભારત સરકારના કેબીનેટ પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલા,ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહેશે.


