પાટણના હારીજમાં ખાતર લેવા આવેલા ગ્રાહકે વેપારીને માર મારતા પોલીસ ફરિયાદ…

September 19, 2025

ગરવી તાકાત પાટણ : હારીજ નગરમાં એક એગ્રોની દુકાને ખાતર લેવા આવેલા ગ્રાહક પાસે આધાર કાર્ડ માંગતા દુકાનદારને માર માર્યો ગ્રાહકે ઉશ્કેરાઈને આધાર કાર્ડ વેરિફિકેશન માટે ઉપયોગમાં લેવાતું પીઓએસ મશીન પણ તોડી નાખ્યું આ ઘટના અંગે દુકાનદાર હરિભાઈ મફાભાઈ પટેલે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વિગતો અનુસાર, હારીજ હાઈવે ચાર રસ્તા નજીક આવેલા એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે દુકાનદાર હરિભાઈ પટેલ સવારે હાજર હતા.

વાંકાનેર: જેતપરડા ગામે મજૂરોના ચાલવાની બાબતે બોલાચાલી બાદ ખેડૂત ઉપર હુમલો –  Kaptaan

તે સમયે હારીજના કુકરાણા ગામનો એક વ્યક્તિ ડીએપી ખાતરની દસ થેલીઓ લેવા આવ્યો દુકાનદારે નિયમ મુજબ ગ્રાહક પાસે આધાર કાર્ડની માંગણી કરી આધાર કાર્ડ માંગતા ગ્રાહક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે વેપારીને કહ્યું “આધાર કાર્ડ શાનું હોય? તારે ખાતર આપવાનું જ હોય.” વેપારીએ તેને સમજાવવાનો પ્રયાસ કરતા ગ્રાહકે ગાળો બોલી, છાતીમાં પકડી ધક્કો મારી માર માર્યો અને ધમકી પણ આપી આ દરમિયાન ગ્રાહકે દુકાનના ટેબલ પર પડેલું પીઓએસ મશીન તોડી નાખ્યું,

Controversy over not picking up phone calls in Harij Municipality | હારીજ  નગરપાલિકામાં ફોન નહીં ઉપાડવા મુદ્દે વિવાદ: નગરસેવિકાના પતિએ ટેક્સ  ઇન્સ્પેક્ટરને જાનથી મારી ...

જેના કારણે વેપારીને આશરે 24,000 રૂપિયાનું નુકસાન થયું. ઘટના બાદ વેપારી હરિભાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસે દુકાનની મુલાકાત લીધી હતી અને વેપારીના ફોનમાં રહેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા ફૂટેજમાં ગ્રાહક દ્વારા પીઓએસ મશીન તોડવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાયું પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0