સતલાસણામાં છેતરપિંડી આચરી બે વર્ષથી નાસતો ફરતો દાહોદનો શખ્સ મોરબીથી ઝડપાયો

September 3, 2026

ગરવી તાકાત ઃ 3-9-2026

કંપનીમાં ઓળખ છુપાવી નોકરી કરતા આરોપીને બાતમીના આધારે દબોચી સતલાસણા પોલીસને સોંપાયો

મહેસાણા જિલ્લામાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ/ફર્લો સ્કોડને મહત્વની સફળતા મળી છે. સતલાસણા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપી બરૂભાઈ રત્નાભાઈ ગલભા મેડા (ઉં.વ. ૪૫, રહે. અગવાડા લીમડી ફળિયું, જિ. દાહોદ)ને સ્કોડની ટીમે મોરબી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.

ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા એસપી હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ એલસીબી પીઆઈ એ.એમ. કામળીયા અને પેરોલ/ફર્લો સ્કોડના પીએસઆઈ કે.જી. ચૌધરીના નેતૃત્વમાં ટીમો કાર્યરત હતી. તપાસ દરમિયાન એએસઆઈ દિનેશભાઈ અને એએસઆઈ ચેતનકુમારને ટેકનિકલ સોર્સ મારફતે સચોટ બાતમી મળી હતી કે, સતલાસણાનો વોન્ટેડ આરોપી બરૂભાઈ મેડા મોરબી જિલ્લાના હળવદથી માળિયા રોડ પર આવેલી સેન્ડ્રોલ મિનરલ કંપનીમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે.

બાતમી મળતાં જ પેરોલ/ફર્લો સ્કોડની ટીમે ખાનગી વાહનમાં મોરબી પહોંચીને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ખાતરી કરી આરોપીને સ્થળ પરથી દબોચી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ નિયમ મુજબ તેના પુત્ર હિતેશકુમારને જાણ કરી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને સતલાસણા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઈ કે.જી. ચૌધરી, એએસઆઈ દિનેશભાઈ, એએસઆઈ ચેતનકુમાર અને પીસી હિતેશકુમાર જોડાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0