વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: કેમ્પસમાં ૭૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

August 15, 2026

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

વિસનગર: ગરવી તાકાત 15-8-2026

 

વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના NSS યુનિટ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાષ્ટ્રભક્તિ, સમાજસેવા અને પર્યાવરણ સંરક્ષણના ત્રિવેણી સંગમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નૂતન સર્વ કેળવણી મંડળના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના સમૂહગાન સાથે થઈ હતી.

ટેકનોલોજી અને સંસ્કારો દ્વારા ‘વિકસિત ભારત’નું નિર્માણ: પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ
આ પ્રસંગે પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમ કેળવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બદલાતા યુગમાં નવી ટેકનોલોજીનો સદુપયોગ કરીને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વધુમાં, તેમણે યુનિવર્સિટી ખાતે ઉપલબ્ધ અત્યાધુનિક AI લેબ અને સુપર કમ્પ્યુટરનો મહત્તમ ઉપયોગ કરી સંશોધન તથા ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નામ રોશન કરવા વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત ૭૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને પર્યાવરણ જતન સાથે જોડતા ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યુનિવર્સિટી કેમ્પસમાં ઉપસ્થિત મહાનુભાવો, ફેકલ્ટી, સ્ટાફ અને NSSના વિદ્યાર્થીઓ દ્વારા ૭૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરી કેમ્પસને હરિયાળું અને સ્વચ્છ બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય મહોત્સવમાં યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, રજિસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી, ઇવેન્ટ કોઓર્ડિનેટર ડૉ. રાકેશ એન. પટેલ, ટ્રસ્ટીગણ, વિવિધ ફેકલ્ટીના સભ્યો, NSS યુનિટના સ્વયંસેવકો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0