પુનાસણ અનુપમ પ્રાથમિક શાળામાં 80 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

August 15, 2026

પુનાસણ: ગરવી તાકાત 15-8-2026

પુનાસણ અનુપમ પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિના ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળા પરિવાર, વાલીઓ અને સમગ્ર ગ્રામજનોએ એકત્ર થઈ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

ગામમાં ભવ્ય તિરંગા રેલી
કાર્યક્રમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા ગામમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગો અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓ સાથે નીકળેલી આ રેલીમાં સમગ્ર ગામના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.

 

 

દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો
ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિ ગીતો અને વિશિષ્ટ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકોની દેશભક્તિસભર રજૂઆતથી પ્રભાવિત થઈને ગ્રામજનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ ઈનામો આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગામના સરપંચશ્રી, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીશ્રી, ‘ગરવી તાકાત’ ન્યૂઝ પેપરના શ્રી પ્રકાશભાઈ સહિત ગામના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વાલીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0