દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જના વિરોધમાં થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું

July 22, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જના વિરોધમાં મંગળવારે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા થરાદના સર્કિટ હાઉસ ખાતેથી શરૂ થયેલા આ પ્રદર્શનમાં કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા.

વિરોધને પગલે સર્કિટ હાઉસ અને રેફરલ હોસ્પિટલ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી તેમને પોલીસ વાહનમાં બેસાડી અન્ય સ્થળે લઈ ગયા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું.

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા તેમણે ઉમેર્યું વિદ્યાર્થીઓના અવાજને દબાવવાના પ્રયાસો સામે કોંગ્રેસ લોકશાહી ઢબે વિરોધ નોંધાવી રહી પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે સતર્કતા દાખવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0