રાજગર હેડુવામાં મોબાઇલ ટાવરમાંથી કેબલ વાયર ચોરીનો ભેદ મહેસાણા તાલુકા પોલીસે ઉકેલી બે ઈસમોને ઝડપી પાડ્યા…

July 22, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજગર હેડુવા ગામની સીમમાં મોબાઇલ ટાવરમાંથી ઇલેક્ટ્રીકલ કેબલ વાયરની ચોરી થવાની ઘટનાનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો પોલીસે ચોરીના મુદ્દામાલ અને બાઈક સાથે બે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેસાણા તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જી.જે.અમીનની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પાલાવાસણા સર્કલ નજીક પેટ્રોલિંગમાં આ દરમિયાન ASI ગૌરવકુમાર અને ચેતનભાઇને ખાનગી રાહે બાતમી મળી.

PI and PSI of Mehsana Taluka Police Station suspended for negligence in  investigation

મોટરસાઈકલ નંબર-GJ 08 EB 2932 પર બે શખસ ચોરી કરેલા કેબલ વાયર પરનું પ્લાસ્ટિક ઉતારી, અંદરથી નીકળેલા તાંબાના વાયરને વેચવા માટે મહેસાણા તરફ આવી રહ્યા બાતમીના આધારે પોલીસે પાલાવાસણા સર્કલ પાસે નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું એ દરમિયાન શંકાસ્પદ મોટરસાઇકલ આવતા તેને રોકી પાછળ બેઠેલા શખસ પાસેથી પ્લાસ્ટિકની થેલી તપાસતાં તેમાંથી તાંબાના વાયરના ગૂંચળા મળી આવ્યા પોલીસે કડક પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલાત કરી બે દિવસ પહેલાં રાત્રે રાજગર હેડુવા ગામની સીમમાં મોબાઈલ ટાવરમાંથી કેબલની ચોરી કરી તે કેબલ કુકસ ગામની સીમમાં ઝાડીઓમાં સંતાડી દીધો.

Mehsana Cable Theft Case | Two Arrested With Stolen Copper Wire

અને તેના ટુકડા કરી તાંબાના વાયર છૂટા પાડ્યા આ તાંબાના ગૂંચળા તેઓ વેચવા જઈ રહ્યા ત્યારે જ પોલીસના હસ્તગત થઈ ગયા પોલીસે કુકસ ઠાકોરવાસમાં રહેતા દિનેશજી મોહનજી વિરમાજી (ઉં.વ. 38, મૂળ રહે. કુંવારવા, તા. કાંકરેજ) અને પાલોદર ઠાકોરવાસના કલ્પેશજી બાબુજી કુંવરજી (ઉં.વ. 24) નામના બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી ₹ 15 હજારની કિંમતનું 10 કિલો તાંબુ અને 20 હજારની કિંમતનું મોટરસાઈકલ મળી ₹ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0