ગરવી તાકાત પાટણ : હારીજ તાલુકાના કુંભાણા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 74,000ની મત્તાની ચોરી કરી આ ઘટનામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ચોરી થયેલી મિલકતમાં આશરે એક તોલાનું રૂ. 35,000નું સોનાનું કડું, 600 ગ્રામ વજનનો રૂ. 25,000નો ચાંદીનો કંદરો, 150 ગ્રામ વજનનો રૂ. 5,000નો ચાંદીનો ઝુડો અને રૂ. 9,000ની રોકડ રકમનો સમાવેશ થાય કુલ રૂ. 74,000ની મત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું.
કુંભાણા ગામના રહેવાસી અને માટીકામનો વ્યવસાય કરતા 65 વર્ષીય ગોવર્ધન કાનજી પ્રજાપતી ગત 12 જૂન, 2026ના રોજ સવારે 8:30 વાગ્યે પોતાની પત્ની રૂપાબેન સાથે અનાવાડા ખાતે માટલા લેવા ગયા હતા. મોડું થતાં તેઓ ભત્રીજીના ઘરે રાત્રિ રોકાણ માટે રોકાયા બીજા દિવસે, 13 જૂન, 2026ના રોજ સવારે 9:00 વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરની પાછળની કાંટાની વાડ હટાવેલી જોવા મળી ઘરના ઓસરીમાં આવેલા બે રૂમ પૈકી જમણી બાજુના રૂમનું તાળું તૂટેલું તપાસ કરતાં કબાટમાંથી ઉપરોક્ત દાગીના અને રોકડ રકમ ગાયબ જણાઈ.

આ બનાવ અંગે ગોવર્ધન પ્રજાપતીએ હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને બી.એન.એસ.ની કલમ 305(a), 331(3), 331(4) હેઠળ ગુનો નોંધાવ્યો એ.એસ.આઈ. હિતેશ જયંતીભાઈએ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખા દેસાઈને સોંપી ફરિયાદીએ ચોરાયેલા દાગીનાના બિલ શોધવા માટે પોતાના દીકરા પાસે સુરત ગયા અને દાગીનાની શોધખોળ પણ કરી જોકે, બિલ ન મળતા અને દાગીનાનો પત્તો ન લાગતા આખરે 6 જુલાઈ, 2026ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી.


