ગરવી તાકાત પાટણ : રાધનપુરમાં પાડોશી મહિલાએ એક 29 વર્ષીય ગૃહણીને પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાની ઘટના સામે આવી આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ દુષ્કર્મ અને ગુનામાં મદદગારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૂળ સમી તાલુકાના એક ગામના અને હાલ રાધનપુરમાં રહેતા 29 વર્ષીય ગૃહણીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ રાધનપુરના એક વિસ્તારમાં રહેતા મનીષાબેન દિનેશભાઈ ઠક્કર.
![]()
અને દિનેશભાઈ કાંતિભાઈ ઠક્કર આરોપી મનીષાબેન ઠક્કરે ફરિયાદી મહિલા સાથે પાડોશી તરીકે મિત્રતા કેળવી આ મિત્રતાનો લાભ લઈને આરોપી મનીષાબેન ફરિયાદીને અવારનવાર રાધનપુર શહેરની એક સોસાયટીમાં આવેલા તેમના મકાને બોલાવતી ત્યાં મનીષાબેને ફરિયાદીને પોતાના પતિ દિનેશભાઈ ઠક્કર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું ત્યારબાદ આરોપી પતિ દિનેશભાઈ ઠક્કરે ફરિયાદી મહિલા સાથે વારંવાર દબાણપૂર્વક બળાત્કાર ગુજાર્યો.

આ ગુનામાં આરોપી મહિલા મનીષાબેને ફરિયાદીને ધમકી આપી કે જો આ વાતની જાણ કોઈને કરવામાં આવશે તો તે ફરિયાદીના ચારિત્ર્યની બદનામી કરશે અને તેના પતિને કહીને ઘરમાંથી કઢાવી મૂકશે આમ આરોપી મહિલાએ ધમકી આપીને ગુનો કરવામાં મદદગારી કરી આ મામલે રાધનપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2)(એમ), 351(3) અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી.


