ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામે શિહોરી પોલીસે બાજરીના ખેતરમાંથી ₹66,863નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે કુલ 278 નંગ બોટલ અને બીયર ટીન જપ્ત કર્યા જેનું કુલ પ્રમાણ 60 લીટર 240 મિલી થાય જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી નાસી છૂટ્યો શિહોરી પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી ત્યારે તેમને ખાનગી બાતમી મળી.

બાતમી મુજબ ચેખલા ગામના સુખદેવસિંહ પરબતજી ઠાકોર નામના ઈસમે પોતાના બાજરીના વાવેતરવાળા ખેતરમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો આ બાતમીના આધારે શિહોરી પોલીસે તાત્કાલિક ચેખલા ગામે દરોડો પાડ્યો આરોપીના ખેતરમાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં અને છૂટક રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં કાચની.

અને પ્લાસ્ટિકની બોટલો તેમજ બીયર ટીનનો સમાવેશ થાય તે મળી આવ્યો પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 278 નંગ બોટલો અને બીયર ટીન કબ્જે કર્યા આ દારૂનો જથ્થો વગર પાસ-પરમિટનો શિહોરી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સુખદેવસિંહ પરબતજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


