ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરી સંકુલ ખાતે યોગ શિબિર યોજાઈ….

June 16, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરી સંકુલ ખાતે યોગ શિબિર અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અવિરત ૧૨ વર્ષના અભિયાન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો આ યોગ શિબિરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી અને યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા આ દરમિયાન યોગાભ્યાસ અને પ્રશિક્ષણનું આયોજન થયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત યોગ સાધકોને સંબોધતા યોગના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી  તેમણે જણાવ્યું યોગ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય સાધના તેમણે પૂર્ણ ૐકારના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પાસાઓ તેમજ દૈનિક જીવનમાં તેના સકારાત્મક પ્રભાવ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું

PM Modis 12 Years & Yoga Day Celebrated at Banas Dairy

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ જણાવ્યું શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ યોગ શિબિર યોજાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થયા અને ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવી રહ્યો આ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ શિબિરોનું આયોજન થઈ રહ્યું શીશપાલજીએ વધુમાં જણાવ્યું યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે તેમજ રોગ, ક્રોધ અને નશાથી મુક્તિ અપાવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ૫,૦૦૦ યોગ વર્ગો ચલાવવામાં આવે તેમણે સૌને રોજ નિયમિત યોગ કરવા યોગી બનવા, નિરોગી બનવા અને સમાજ તથા રાષ્ટ્ર માટે ઉપયોગી બનવા આહવાન કર્યું.

PM Modis 12 Years & Yoga Day Celebrated at Banas Dairy

આ શિબિરનો મુખ્ય હેતુ યોગ દ્વારા પ્રાપ્ત જ્ઞાન અને કૌશલ્યનો દૈનિક જીવનશૈલીમાં અમલ કરીને વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો ઉપરાંત, યોગના પ્રચાર-પ્રસારને વધુ વ્યાપક અને સશક્ત બનાવવાનો પણ ઉદ્દેશ્ય શિબિર દરમિયાન નિષ્ણાતો દ્વારા આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ ષટ્કર્મ વિષયક તાત્વિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું સલામતી, યોગ્ય ટેકનિક અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અંગે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી બનાસકાંઠા જિલ્લાના યોગ કોચ વિષ્ણુભાઈ દરજી ઈશ્વરભાઈ પ્રજાપતિ સુધાબેન દવે દીપ્તિબેન ભાખરીયા રાજુભાઈ દરજી અલ્કાબેન મોઢ વિપુલભાઈ પ્રજાપતિ ભીખીબેન ભૂમિબેન ટ્રેનર નીતાબેન ઠાકોર અર્ચનાબેન ચાવડા અને મીનાબેન સહિતના યોગ પ્રશિક્ષકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0