ઊંઝા નગરપાલિકાએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી, 30 જર્જરિત મકાનોને નોટિસ આપી…

June 16, 2026

ગરવી તાકાત મહેસાણા : ઊંઝા નગરપાલિકાએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી પાલિકાએ 30 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવી આ ઉપરાંત જાહેર રોડ પરના 25 હોર્ડિંગ્સ માલિકોને પણ નોટિસ આપવામાં આવી પાલિકા હદ વિસ્તારમાં આવેલા તમામ સરકારી અને બિનસરકારી ક્વાર્ટર્સ મકાનો તેમજ ખાનગી મિલકતોના માલિકોને તેમના મકાનનો ભયજનક કે જર્જરિત ભાગ તાકીદે સ્વખર્ચે ઉતારી લેવા કડક આદેશ કરવામાં આવ્યો નગરપાલિકાના જણાવ્યા અનુસાર ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 અને અન્ય કાનૂની જોગવાઈઓ હેઠળ અગાઉ પણ નોટિસ આપવામાં આવી.

તેમ છતાં કેટલાક મિલકતધારકો દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી આથી પાલિકાએ ફરી એકવાર જાહેર નોટિસ પાઠવી તાત્કાલિક ધોરણે જર્જરિત ભાગોને રીપેર કરી બાકીના હિસ્સાને સુરક્ષિત કરવા તાકીદ કરી પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી જો આગામી ચોમાસામાં વાવાઝોડા કે ભારે વરસાદને કારણે આવી મિલકતોનો કોઈ ભયજનક ભાગ તૂટી પડશે અને જનમાલ કે કોઈ વ્યક્તિને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મિલકતના માલિકો કબજેદારો કે સંબંધિત વ્યક્તિઓની રહેશે.

ચોમાસા પહેલાં હોર્ડિંગ્સ, ભયજનક બાંધકામ હટાવવા આદેશ; દુર્ઘટનાની જવાબદારી  માલિકોની

જર્જરિત મકાનો ઉપરાંત જાહેર રોડ પરની ખાનગી મિલકતો અને ઊંઝા નગરપાલિકાની મિલકતો ઉપર લગાવેલા જાહેર હોર્ડિંગ્સ પણ તાત્કાલિક ધોરણે ઉતારી લેવા જણાવાયું નાગરિકોને પણ આવા ભયજનક મકાનોની આસપાસ અવરજવર ન કરવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી ઊંઝા પાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર હાલમાં 25 હોર્ડિંગ માલિકોને નોટિસ અપાઈ જેમાંથી 10 હોર્ડિંગ ઉતારી દેવાયા તેવી જ રીતે 30 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી જે પૈકી 5 મકાનોના ભયજનક ભાગો ઉતારી દેવામાં આવ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0