ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકાને ડિસેમ્બર-2027 સુધીમાં મહાનગરપાલિકા બનાવવાની પ્રક્રિયા વેગવંતી બની આ પ્રક્રિયાના ભાગરૂપે, પાટણ નગરપાલિકાએ નજીકના 10 ગામોના સરપંચોને પત્રો પાઠવીને તેમની ગ્રામ પંચાયતો દ્વારા સંમતિ ઠરાવો કરીને પાલિકાને મોકલી આપવા જણાવ્યું ઉલ્લેખનીય થોડા સમય અગાઉ સરકારે પાટણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે વિશેષ એજન્સીઓને શહેરનો સર્વે કરવા અને અહેવાલ રજૂ કરવા સૂચના આપી આ ઉપરાંત, પાટણ નગરપાલિકાએ પણ સવા વર્ષ પહેલાં, 21 માર્ચ, 2025ના રોજ ઠરાવ પસાર કરીને પાટણને મહાનગરપાલિકા બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે અનાવાડા સુજનીપુર પાલડી, રૂની બોરસણ રાજપુર માંડોત્રી ધારપુર, કતપુર અને ખારીવાવડી સહિતના 10 ગામોના સરપંચોને આ પત્રો મોકલ્યા પત્રોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને સૂચિત પાટણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થવા માટે સંમતિ આપવા જણાવાયું પત્રમાં દર્શાવ્યા મુજબ ઝડપી શહેરીકરણને કારણે ગામડાઓને શહેર જેવી સુવિધાઓ મળી રહે અને આ વિસ્તારોનો સુચારુ વિકાસ થાય તે હેતુથી.
આ ગ્રામ પંચાયતોને પાટણ મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવા માટે અગાઉ પાલિકાએ ઠરાવ કર્યો આ સંદર્ભે, સંબંધિત ગ્રામ પંચાયતોને સંમતિ ઠરાવ મોકલવા વિનંતી કરવામાં આવી પાટણ શહેરની અંદાજિત જનસંખ્યા 2.20 લાખ થવા જઈ રહી જો પાટણને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો વિકાસ ઝડપી બનશે સુચારુ આયોજન શક્ય બનશે અને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટો પણ પ્રાપ્ત થઈ શકશે આનાથી શહેર અને આસપાસના વિસ્તારોને વધુ સારી સુવિધાઓ અને વિકાસનો લાભ મળશે.


